GSTV
Gujarat Government Advertisement

સતત ચોથા દિવસે પાકિસ્તાને સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન, ચારનાં મોત, ત્રણ જવાન ઘાયલ

Last Updated on July 31, 2019 by Alap Ramani

જમ્મુ કાશ્મીરમાં સતત ચોથા દિવસે પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. જેમા ચાર નાગરિકોના મોત થાય છે. સાંબા, હીરાનગર અને આરએસ પુરામાં એક-એક નાગરિકોના મોત થયા છે. અને બીએસએફના ત્રણ જવાન ઘાયલ થયા છે.

સીઝ ફાયરના કારણે 100 જેટલા ગામડાઓમાં ભયનો માહોલ સર્જાયો છે. તો વળી 70 હજાર લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. ફાયરિંગના પગલે અત્યાર સુધીમાં કુલ ચાર નાગરિકોના મોત અને અન્ય બેથી વધુ નાગરિકો ઘાયલ થયા છે. તો આ તરફ અરણિયા સેક્ટરમાં એક નાગરિક ગોળીબારમાં ઘાયલ થયો છે.

પાકિસ્તાને સતત ત્રીજા દીવસે સાંબા, અરણિયા, રામગઢ, આરએસપુર અને હીરનગર સેક્ટરમાં મોર્ટારનો મારો કર્યો છે. પાકિસ્તાને કરેવા ફાયરિંગમાં એક બીએસએફ જવાન સહિત આઠ લોકો ઘાયલ થયા છે.  પાકિસ્તાને સરહદી વિસ્તારમાં 100 જેટલા ગામનોને નિશાન બનાવ્યા છે. જે પૈકી 40 જેટલી બીએસએફની પોસ્ટ પાકિસ્તાનને નિશાને લીધી છે.

પાકિસ્તાને 80થી 120 એમએમના મોર્ટારનો મારો કર્યો. સરહદી વિસ્તારમાં લોકોને બચાવવા માટે આરએસપુરા અને અરણિયા સેક્ટરમાં રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.

સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન દ્વારા મોડી રાત સુધી હીરાનગર, સાંભા, રામગઢ, અરણિયા અને આરએસપુરા સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. જેથી બોર્ડરથી પાંચ કિલોમીટરના અંતરમાં આવેલી તમામ સ્કૂલોને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન/ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને થેન્કયુ પીએમ મોદી લખેલા બેનર લગાવવાનો આદેશ, આમને કોઈ ના પહોંચે

Pritesh Mehta

ત્રીજા તબક્કાના ટ્રાયલમાં કોવેક્સિન 77.8% અસરકારક, ભારત બાયોટેકે સરકારને આપ્યો ડેટા

Pritesh Mehta

રસીની રામાયણ: 2012માં એક જ દિવસમાં પોલિયોની 17 કરોડ વેક્સિન આપી, બસ ફરક એટલો જ કે મનમોહન સિંહે ક્યારેય પોસ્ટર નથી લગાવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!