GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

રામાયણનો ‘રાવણ’ આજે ‘રામ નામ’ લઇને પસાર કરી રહ્યો છે જીવન, આ રીતે મળ્યો હતો સૌથી મોટા ખલનાયકનો રોલ

રાવણ

જ્યારે પણ રામાનંદ સાગરની ‘રામાયણ’ ની વાત થાય છે, ત્યારે રામ-સીતાથી લઈને રાવણ સુધીના દરેક પાત્રનો ચહેરો મનમાં ઉભરે છે. આજે પણ લોકો અરુણ ગોવિલ અને દીપિકા ચીખલીયાને રામ-સીતા માને છે. પણ શું તમે જાણો છો કે રાવણની ભૂમિકા નિભાવનાર અરવિંદ ત્રિવેદીને લોકો વાસ્તવિક જીવનમાં પણ રાવણ માનવા લાગ્યા હતા? તમે જાણો છો કે તેઓ આજકાલ શું કરી રહ્યા છે?

રાવણ

‘રામાયણ’માં રાવણની ગર્જના કોણ ભૂલી શકે. મૂળ મધ્યપ્રદેશના વતની, અરવિંદ ત્રિવેદીએ કારકીર્દિની શરૂઆત ફિલ્મ ‘પરાયા ધન’ થી કરી હતી. આ પછી, તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો અને કેટલીક હિન્દી ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવી. અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું.

અરવિંદ ત્રિવેદી ગુજરાતી સિનેમાનું એક જાણીતું નામ છે, પરંતુ લોકો હજી પણ તેમને રામાનંદ સાગરના ‘રાવણ’ તરીકે ઓળખે છે. તેણે આ ભૂમિકાથી જ લોકપ્રિયતા મેળવી. રાવણની ભૂમિકા અરવિંદ ત્રિવેદી સિવાય અન્ય કોઇ અભિનેતા સારી રીતે ન ભજવી શકે તેમ આજે પણ લોકો કહે છે. લોકો તેમને વાસ્તવિક જીવનમાં પણ રાવણ માનવા લાગ્યા હતાં.

અરવિંદ ત્રિવેદી રાવણનો રોલ કરવા માગતા ન હતા. એક ઇન્ટરવ્યુમાં અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેમણે રામાનંદ સાગર પાસે કેવટનો રોલ માગ્યો હતો. પરંતુ રામાનંદ સાગરે તેમને સ્ક્રીપ્ટ પકડાવી દીધી. સ્ક્રિપ્ટ વાંચીને અરવિંદ ત્રિવેદીએ કંઇ જવાબ ન આપ્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. રામાનંદ સાગરને તેમનામાં કંઇક એવું દેખાયુ કે તેમણે અરવિંદને રોકીને કહ્યું કે તેમને તેમનો લંકેશ એટલે કે રાવણ મળી ગયો છે.

અરવિંદ ત્રિવેદીએ કોઈ સંવાદ પણ સાંભળાવ્યો ન હતો. આવી સ્થિતિમાં તેઓ ચોંકી ઉઠે તે યોગ્ય હતું. તેમણે રામાનંદ સાગરને કહ્યું કે મેં કશું કહ્યું નથી. આ અંગે રામાનંદ સાગરે કહ્યું કે તેમની ચાલ-ઢાલ જોઈને તેઓ સમજી ગયા કે તેઓ તેમના રાવણ બની શકે છે. તેને ‘રામાયણ’ માટે આવા રાવણની જરૂર છે જેમાં બુદ્ધિ શક્તિ હોય છે અને ચહેરા પર તેજ હોય.

રસપ્રદ વાત એ છે કે, રામાયણમાં સૌથી મોટા ખલનાયક રાવણનો રોલ કરનાર અરવિંદ ત્રિવેદી વાસ્તવિક જીવનમાં રામ ભક્ત છે અને સામાજિક કાર્યકારી સંસ્થાઓ સાથે સંકળાયેલ છે.

ગુજરાતી સિનેમામાં તેમના નોંધપાત્ર યોગદાન માટે તેમને અનેક એવોર્ડ મળ્યા અને ગુજરાત સરકાર દ્વારા તેમનું સન્માન પણ કરાયું છે.

1991 માં, અરવિંદ ત્રિવેદીએ ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને સંસદ પહોંચ્યા હતાં.

હાલ અરવિંદ ત્રિવેદીની ઉંમર 81 વર્ષની થઇ ગઇ છે અને તેઓ હલવા-ચલવા માટે સક્ષમ નથી. હાલ તેઓ ઘરે જ છે અને તેમની તબિયત પણ ખરાબ રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે તેમનો મોટાભાગનો સમય રામ નામ જપવામાં પસાર થાય છે.

Read Also

Related posts

કોરોનાના કેસો 57 લાખને પાર : આ 3 દેશો સૌથી વધુ પ્રભાવિત, રશિયામાં સંક્રમણ ચરમસીમાએ

Mansi Patel

મફતમાં જમીનો મેળવનાર હોસ્પિટલો કોરોનામાં દર્દીઓની મફતમાં સારવાર કરે, સરકાર પાસે સુપ્રીમે માગ્યુ લિસ્ટ

Mansi Patel

શું Tik Tok ના ખરાબ દિવસો શરૂ ? ભારતની આ એપ આપી રહી છે જોરદાર ટક્કર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!