GSTV

ભારતનું ગૌરવ વધ્યું / UNESCOએ જાહેર કર્યું આ ૯૦૦ વર્ષ જુનું મંદિર વર્લ્ડ હેરિટેજ

Last Updated on July 25, 2021 by Zainul Ansari

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિએ ભારતના રામપ્પા મંદિરને વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું છે. આ મંદિર તેલંગાણામા આવેલું છે. રામપ્પા મંદિર 13મી સદીમાં એટલે કે સાતસો વર્ષ પહેલા બનેલું છે. વારંગલથી 65 કિલોમીટર દૂર આવેલા આ મંદિર વિશે મધ્યયુગીન પ્રવાસી માર્કો પોલોએ લખ્યું હતું કે ડેક્કન (દક્ષિણ ભારત)માં આવેલા અનેક મંદિરોમાં આ સૌથી સમૃદ્ધ મંદિર છે.

આ વિસ્તારમાં એક સમયે કકાટિયા વંશનું શાસન હતું. કકાટિયા રાજવીઓ કળા પ્રેમી હતા અને ઉત્તમોત્તમ શીલ્પો કરી-કરાવી જાણતા હતા. માટે અહીં ઘણા બાંધકામો છે, જેમાં કાકતિયા શિલ્પ શૈલી જોવા મળે છે. 2014માં હેરિટેજ સમિતિને મોકલાયેલા કામચલાઉ લિસ્ટમાં રામપ્પા મંદિર ઉપરાંત હજાર પિલ્લર ધરાવતું હનુમાકોંડાનું મંદિર અને સ્વયંપ્રભુ મંદિર-કિર્તી તોરણનો પણ સમાવેશ કરાયો હતો.

આ મંદિર કાકતિયા રાજા ગણપતિ દેવાના કાળમાં તેના લશ્કરી અધિકારી રૃદ્રા રેડ્ડીએ બંધાવ્યુ હતું. આ મંદિર શિવાલય છે અને તેનું બીજું નામ રૃદ્રેશ્વર મંદિર પણ છે. જોતાં ખ્યાલ ન આવે કદાચ પણ આખુ મંદિર સ્ટાર આકારના 6 ફીટ ઊંચા પ્લેટફોર્મ પર બનેલું છે. એ પ્લેટફોર્મ ડ્રોન ફોટોગ્રાફી દ્વારા જ જોઈ શકાય.

મંદિર તેમાં રહેલા ઈશ્વરના નામે ઓળખાય કે પછી તેને બનાવનારા રાજારાણીના નામે ઓળખાય એવા કિસ્સાઓનો ઈતિહાસમાં પાર નથી. પરંતુ આ મંદિર એવુ છે, જે તેના શિલ્પકાર રામપ્પાના નામે ઓળખાય છે.

આ સંબંધમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ એક ટ્વીટ કરીને જણાવ્યું કે મને એ જણાવતા ખુશી થાય છે કે યૂનેસ્કોએ તેલંગાણાના વારંગલના પાલમપેટમાં સ્થિત રામપ્પા મંદિરને વર્લ્ડ હેરિટેજનો ટેક આપ્યો છે. રાષ્ટ્ર તરફથી, વિશેષ રીતે તેલંગાળાના લોકો તરફથી, હું પીએમ મોદીના માર્ગદર્શન અને સમર્થન માટે આભારી છું.

ઉલ્લેખનીય છે કે 13મી સદીનું મંદિર એન્જિનિયરિંગની દ્ષ્ટિએ ચમત્કારીક માનવામાં આવે છે. વર્ષ 2019માં એકમાત્ર નામાંકન તરીકે સરકારે તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવાની દરખાસ્ત કરી હતી.

Read Also

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!