GSTV
Home » News » રામજન્મભૂમિને સુપ્રીમની મહોર : લલ્લા કા મંદિર બનેગા

રામજન્મભૂમિને સુપ્રીમની મહોર : લલ્લા કા મંદિર બનેગા

અયોધ્યામાં વિવાદિત સૃથળે આખરે રામ મંદિર બનશે, સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે સર્વાનું મતે પોતાના ચુકાદામાં  રામલલા પક્ષકારને આ જમીન સોપવાનો આદેશ આપ્યો છે.સુપ્રીમે જણાવ્યું છે કે સુન્ની વકફ બોર્ડ જમીનનો માલિકી હક હોવાના પુરાવા રજુ કરવામાં નિષ્ફળ રહ્યું છે. જ્યારે બીજી તરફ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ એટલે કે એએસઆઇ દ્વારા વૈજ્ઞાાનિક અભિગમોના આધારે  તૈયાર કરાયેલા રિપોર્ટમાં એ પુરવાર થયું છે કે વિવાદિત સૃથળે મસ્જિદ પહેલા મંદિર હતું.જેને પગલે આ વિવાદિત સૃથળ રામલલા પક્ષને સોપવામાં આવશે. જ્યારે મુસ્લિમોને અન્ય કોઇ સૃથળે પાંચ એકર જમીન ફાળવવામાં આવશે કે જ્યાં તેઓ પોતાની મરજી મુજબ મસ્જિદ કે અન્ય કોઇ પણ ઇમારત ઉભી કરી શકશે. સુપ્રીમ કોર્ટના 1045 પાનાના આ ચુકાદાની સાથે જ વર્ષો જુના આ વિવાદનો આખરે અંત આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે સાથે પોતાના ચુકાદામાં આદેશ આપ્યો છે કે જે વિવાદિત સૃથળને ધ્યાનમાં રાખી ત્રણ મહિનામાં એક ટ્રસ્ટ બનાવવામાં આવે.

આ ટ્રસ્ટ મંદિર નિર્માણનું કામ જોશે. બીજી તરફ આ સમગ્ર મામલે રામલલા, સુન્નિ વકફ બોર્ડ, શિયા વકફ બોર્ડ, રામજન્મ ભૂમિન્યાસ અને નિર્મોહી અખાડા એમ પાંચ પક્ષકારો હતા જેમાંથી શિયા વકફ બોર્ડ, રામજન્મ ભૂમિન્યાસ અને નિર્મોહી અખાડાની અરજીને ફગાવી દેવામાં આવી હતી.જ્યારે માત્ર સુન્ની વકફ બોર્ડ અને રામલલાની અરજીને ધ્યાનમાં રાખીને આ ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં બન્ને પક્ષોની તરફેણમાં ચુકાદો આપવાનો પ્રયાસ સુપ્રીમ કોર્ટે કર્યો છે.  રામલલા પક્ષને આ વિવાદિત સૃથળ છે તે સોપવામાં આવશે અને ત્યાં રામ મંદિર બનાવવામાં આવશે જ્યારે બીજી તરફ સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

આ ચુકાદો કોઇ આસૃથા કે વિશ્વાસ નહીં પણ કાયદાને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની આગેવાનીમાં ગઠીત પાંચ જજોની બંધારણીય બેંચમાં ગોગોઇ ઉપરાંત ન્યાયાધીશ એએસ બોબડે, ન્યાયાધીશ ધનંજય શયવંત ચંદ્રચુડ, ન્યાયાધીશ અશોક ભૂષણ, ન્યાયાધીશ અબ્દુલ નજીરનો પણ સમાવેશ થાય છે. પાંચેય જજોએ સર્વાનુમતે તૈયાર કરેલો ચુકાદો સંભળાવતા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ કહ્યું હતું કે જે પણ દસ્તાવેજો કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા તેના પરથી એ સ્પષ્ટ થાય છે કે 1885 પહેલા હિંદુઓ વિવાદિત સૃથળની અંદર પૂજા નહોતા કરતા. બહાર આવેલા રામચબૂતરા સીતા રસોઇમાં પૂજા કરતા હતા.

બાદમાં કોર્ટે એમ પણ કહ્યું હતું કે 1992માં ઇમારત તોડી પાડવાની જે ઘટના બની તે નિંદનીય અને કાયદાનું ઉલ્લંઘન છે. જ્યારે આ બધી હકીકતોને જણાવ્યા બાદ બેંચે કહ્યું હતું કે અમારી સમક્ષ રજુ કરાયેલા પુરાવાઓ અને દસ્તાજેવો પરથી એ પુરવાર થાય છે કે જે સૃથળે મસ્જિદ બનાવવામાં આવી ત્યાં પહેલા કોઇ સપાટ જમીન નહોતી પણ કોઇ ચણતરકામ કરેલું હતું, મસ્જિદ પહેલા પણ ત્યાં મંદિર હતું તેના પુરાવા એએસઆઇના રિપોર્ટમાં સામે આવ્યા છે.એએસઆઇનો રિપોર્ટ વૈજ્ઞાાનિક તથ્યોના આધારે તૈયાર કરાયો છે જેને નકારી પણ ન શકાય. વળી કોર્ટે એમ પણ કહ્યું હતું કે મંદિર તોડીને જ ત્યાં મસ્જિદ બનાવવામાં આવી તેની પણ એએસઆઇને પુરતી જાણકારી નથી. બાદમાં અંતે કોર્ટે કહ્યું કે મુસ્લિમપક્ષકારો આ વિવાદિત સૃથળ પર પોતાનો હક હોવાનો દાવો પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે.

જ્યારે બીજી તરફ રામલલા પક્ષ દ્વારા રજુ કરાયેલા દસ્તાવેજોમાં એએસઆઇનો એ રિપોર્ટ પણ છે કે જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ વિવાદિત સૃથળે પહેલા મંદિર હતું. તેથી આ સૃથળની માલિકી રામલલા પક્ષને સોપવામાં આવે છે જ્યારે મુસ્લિમપક્ષકારો માટે અયોધ્યામાં જ સરકાર પાંચ એકર જમીન ફાળવે. આ ચુકાદા સાથે જ વર્ષો જુના આ વિવાદનો આખરે અંત આવી ગયો હતો. નોંધનીય છે કે આ સમગ્ર મામલો 2010 સુધી અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ચાલતો હતો, હાઇકોર્ટે પોતાના ચુકાદામાં વિવાદિત સૃથળને ત્રણ ભાગોમાં વહેચવા કહ્યું હતું જેમાં એક ભાગ નિર્મોહી અખાડા, એક ભાગ રામલલા અને એક ભાગ સુન્ની વકફ બોર્ડને આપવા કહ્યું હતું.

બાદમાં આ ચુકાદાને પડકારતી આશરે 14 જેટલી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ હતી, 2010થી આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલતો હતો પણ તેની ટ્રાયલ આ વર્ષે જ શરૂ થઇ હતી અને 40 દિવસ સુધી દૈનિક સુનાવણીના આધારે ચાલી હતી. આ દૈનિક 40 દિવસની સુનાવણીનો ગયા મહિને જ અંત આવ્યો હતો.અને આખરે હવે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવીને આ મામલાનો જ અંત લાવી દીધો છે. હવે સુન્ની વકફ બોર્ડ પાસે આ સમગ્ર મામલે બે વિકલ્પો છે, એક તેઓ પાંચ એકર જમીનનો સ્વીકાર કરી લે આૃથવા સુપ્રીમ કોર્ટમાં જે ચુકાદો આવ્યો તેની રિવ્યૂ પિટિશન દાખલ કરે.

સુપ્રીમ કોર્ટના અયોધ્યાના ચુકાદાની મહત્વની બાબતો

 • * 1992માં બાબરી મસ્જિદ તોડવામાં આવે તે દુ:ખદ પણ આ મસ્જિદ બની તે સ્થળ મેદાન નહોતું, ત્યાં પહેલાથી જ ચણતર હતું.
 • * એએઆઇના રિપોર્ટને ધ્યાનમાં ન લેવામાં આવે તો આ સંસ્થાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠી ઔશકે છે.
 • * એએસઆઇનો રિપોર્ટ પુરવાર કરે છે કઇક તોડીને મસ્જિદ બની પણ મંદિર જ તોડાયું તે પુરવાર નથી થઇ રહ્યું.
 • * પુરાવા જોતા જણાય છે કે હિંદુઓ વર્ષો પહેલા સ્થળ બહાર પૂજાપાઠ કરતા હતા અને મુસ્લિમોને તેનો કોઇ વાંધો નહોતો.
 • * 1856-57માં સ્થળ પર હિંદુ મુસ્લિમો બન્નેને અલગ કરવા રેલિંગ નખાઇ જે પુરવાર કરે છે ત્યાં હિંદુ પણ પૂજાપાઠ કરતા હતા.
 • * મુસ્લિમો એ પુરવાર ન કરી શક્યા કે બહાર તેમજ અંદર સંપૂર્ણ જગ્યા પર તેમનો હક અને અધિકારના પુરાવા તેમની પાસે છે.
 • * મસ્જિદ તોડી તે અયોગ્ય પણ સુન્ની વકફ બોર્ડ અયોધ્યા કેસમાં માલિકીના યોગ્ય પૂરાવા રજુ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે.
 • * સુન્ની વકફ બોર્ડ જમીન પર હક હોવાનું પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યું
 • * અખાડાનો દાવો માત્ર મેનેજમેન્ટ પૂરતો હતો જે સ્વીકાર્ય નથી.
 • * શીયા મુસ્લિમ વકફ બોર્ડનો જગ્યા પરનો દાવો પાયા વિહોણો છે.
 • * રામલલા પક્ષકાર દ્વારા રજુ કરેલા પુરાતત્વ વિભાગના રિપોર્ટમાં રામ મંદિરના અવશેષ છે.
 • * પુરાતત્વ વિભાગનો રિપોર્ટ નકારી શકાય તેમ નથી, મસ્જિદ પહેલા મેદાન હતું તેવા કોઇ પુરાવા નથી.
 • * પણ મસ્જિદ પહેલા કોઇ હિંદુઓની ધાર્મિક ઇમારત હતી તે રિપોર્ટમાં પુરવાર થયુ છે જેને નકારી શકાય નહીં.
 • * સુન્ની વકફ બોર્ડ હક પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યું હોવાથી જમીન હાલ સરકારને સોપવામાં આવે છે.
 • * સરકાર ત્રણ મહિનામાં રામ મંદિર બનાવવા ટ્રસ્ટ અને યોજનાની રચના કરશે. ટ્રસ્ટીઓની પસંદગીની છુટ સરકારની રહેશે.
 • * વિવાદિત સ્થળ પર માલિકીની માગણી કરનારી નિર્મોહી અખાડા અને શીયા બોર્ડની અરજી ફગાવવામા આવે છે.

હિંદુ પક્ષકારોના વકીલોની દલીલ

 • * ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. રામ દેશના સાંસ્કૃતિક પુરૂષ.
 • * રામની જન્મભૂમિ એ જ જગ્યાએ છે કે જ્યાં મુખ્ય બૂરજ છે.
 • * મર્યાદા પુરષોત્તમ રામના પ્રાચીન મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.
 • * પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં પણ રામજન્મસ્થળનો ચોક્કસ ઉલ્લેખ.
 • * 1528માં બાબરના સેનાપતિ મીર બાકીએ મંદિર તોડી મસ્જિદ બનાવી હતી
 • * ભારતીય પુરાતત્વ વિભાગના રિપોર્ટમાં પણ મંદિર હોવાના પુરાવા મળી આવ્યા હતા.
 • * ખોદકામમાં મળેલા પથ્થરોમાં હિંદુ દેવી દેવતાઓ અને હિંદુ ધર્મના પ્રતિક મળ્યા છે
 • * 1885માં ફૈઝાબાદના જજે માન્યું કે 1528માં મંદિર તોડી મસ્જિદ બનાવી હતી.

મુસ્લિમ પક્ષકારોના વકીલોની દલીલ

 • * મસ્જિદની નીચે જ રામનું જન્મ સ્થળ હોવાની હિંદુ પક્ષકારોની દલીલ પાયા વિહોણી
 • * ધર્મગ્રંથોમાં રામ જન્મનો ઉલ્લેખ છે પણ ચોક્કસ સ્થળની કોઇ જ સ્પષ્ટતા નથી કરાઇ.
 • * બાબરે 1528માં જે સ્થળે મસ્જિદ બનાવી તે ખાલી જગ્યા હતી, મંદિર નહોતું.
 • * મસ્જિદનો માલિકી હક હોવાના દસ્તાવેજો મુઘલ કાળથી છે.
 • * એએસઆઇને જે દિવાલ મસ્દિજ નીચે મળી તે મંદિરની નહીં ઇદગાહની હોઇ શકે છે
 • * ખોદકામમાં મળેલી મુર્તીઓ પૌરાણીક રમકડા કે કોઇ પુતળા પણ હોઇ શકે છે
 • * મળેલા પથ્થરોમાં જે દેવતાઓના નિશાન છે તે સ્પષ્ટ નથી, સાથે અવિશ્વસનીય પણ છે.
 • * હિંદુઓ પણ પૂજાપાઠ કરતા હતા પણ માલિકી હક મુસ્લિમોનો જ રહ્યો છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- હું અહીં ફરી આવીશ, ટૂંક સમયમાં અમે મોટી ટ્રેડ ડીલ કરીશું

Nilesh Jethva

અમેરિકાના રાષ્ટ્રપતિ ભવનને ‘વ્હાઈટ હાઉસ’ કેમ કહેવામાં આવે છે ? જાણો 118 વર્ષ જૂનો ઈતિહાસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!