GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

અયોધ્યા વિવાદ : જાણો કોણે શું માગ્યું અને સુપ્રીમ કોર્ટે શું આપ્યું ?

અયોધ્યામાં વિવાદિત ભૂમિ પર રામ મંદિર બનશે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે રામલલ્લાનો દાવો યથાવત રાખ્યો છે. વિવાદિત જમીન રામલલ્લાને અપાશે. રામ મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો. સાથે એક ટ્રસ્ટ બનાવી મંદિર નિર્માણ માટે આદેશ આપ્યો. ચીફ જસ્ટીસે કહ્યું કે કેન્દ્ર સરકાર ત્રણ મહિનામાં યોજના બનાવે. મંદિર બનાવવાના નિયમો બનાવવા આદેશ કર્યો.

હિંદુઓને શરત આધિન જગ્યા મળશે. મુસ્લિમોને વૈકલ્પિક પાંચ એકર જમીન અન્ય સ્થળે આપવામાં આવે. મુસ્લિમોને મસ્જિદ માટે બીજે જગ્યા મળશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડને પણ વૈકલ્પિક જગ્યા આપવી જરૂરી છે. નમાજ પઢવાની જગ્યા મસ્જિદ હોય છે. વિવાદિત જમીનનો હિસ્સો કેન્દ્ર સરકારના રિસિવલરક પાસે રહેશે. ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ સ્થાન મળશે. મુસ્લિમ પક્ષ માલિકી હક સાબિત ન કરી શક્યો.

સુપ્રીમ કોર્ટનો ચૂકાદો

રામલલ્લા

શું માગ્યું?શું મળ્યું?
જમીનનો હકકોર્ટે જમીનો હક આપ્યો

નિર્મોહી અખાડો

શું માગ્યું?શું મળ્યું?
મંદિર પર અમારૂ નિયંત્રણ હોયદાવો ફગાવ્યો

સુન્ની વક્ફ બોર્ડ

શું માગ્યુ ?શું મળ્યુ?
જમીનમાંથી બહાર ન કરવામાં આવેપાંચ એકર વૈકલ્પિક જમીન

સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ

  • ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ મળશે સ્થાન
  • 3 મહિનામાં કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવે
  • અયોધ્યાની જમીન રામલલ્લાને
  • રામજન્મભૂમિ ન્યાસને વિવાદીત જમીન આપવામાં આવે
  • મુસ્લિમ પક્ષને અન્ય જગ્યાએ 5 એકર જમીન આપવામાં આવે
  • સરકાર ટ્રસ્ટ બનાવીને રામ મંદિર બનાવે

READ ALSO

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!