GSTV
India ટોપ સ્ટોરી

રામ મંદિર નહીં તો 2019માં મોદી પણ નહીં : આ લોકોએ આપી ચેતવણી

રામ મંદિર

લોકસભા 2019ની ચૂંટણી પહેલાં પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળો રાજકીય રીતે પણ અત્યંત મહત્ત્વનો બની ગયો છે. આ વર્ષે કુંભમાં ભાગ લેવા આવી રહેલા અનેક સાધુ-સંતોએ રામ મંદિર મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. એક ટેલિવિઝન ચેનલની’ચૌપાલ’માં સાધુ-મહંતોએ એનડીએ સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો અયોધ્યામાં રામ મંદિર નહીં બને તો 2019ની ચૂંટણીમાં મોદી પણ નહીં હોય.

આ દરમિયાન એવા અહેવાલ છે કે, વિશ્વ હિંદુ પરિષદ પ્રયાગરાજમાં ધર્મસંસદ બોલાવી શકે છે. જોકે, અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી મહારાજે કહ્યું હતું કે, ધર્મ સંસદ બોલાવવાનો હક ધર્મ સંસદ બોલાવવાનો હક કોઈ રાજકીય પક્ષ કે વિશ્વ હિંદુ પરિષદને નથી. આ પ્રકારની ધર્મ સંસદ ફક્ત ચાર પીઠના શંકરાચાર્યો જ બોલાવી શકે છે. ભાજપને કંઈ વિકાસના નામે મત નથી મળ્યા. જો વિકાસના નામે જ મત મળતા હોત તો ઉત્તર  પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ કે કોઈ બીજું હોત! ગોધરાકાંડ પછી નરેન્દ્ર મોદીનો હિંદુત્વવાદી ચહેરો સામે આવ્યો તો લોકોએ વિચાર્યું કે, કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ હશે તો રામ મંદિર બની જશે.

મહંત નરેન્દ્ર ગિરી મહારાજ આટલેથી અટક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે, મોદીના રાજમાં વિકાસ થઈ રહ્યો છે. વીજળી મળે છે, રસ્તા બને છે, પરંતુ મત તો રામ મંદિર મુદ્દે જ મળશે. રામ મંદિરને લઈને સરકાર સકારાત્મક નથી દેખાતી. જાણે એવું લાગી રહ્યું છે કે, મંદિર બનશે જ નહીં. આપણે ફક્ત સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ. મને લાગે છે કે, રાજકારણીઓ મંદિર નહીં બનાવી શકે, પરંતુ 2019માં સરકારે તેના પરિણામો ભોગવવા પડશે. રામ મંદિર બનાવવા માટે હિંદુ અને મુસ્લિમ ધર્મગુરુઓ એકસાથે બેસીને ચર્ચા કરે તો જ નિર્ણય આવી શકે છે, પરંતુ નેતાઓના કારણે આ શક્ય નથી બનતું.

આ દરમિયાન નિરંજની અખાડાના પ્રમુખ મહંત કેશવ પૂરીએ કહ્યું હતું કે, રામ મંદિર બનશે એવી આશામાં જ સાધુ-સંતો અને મહાત્માઓએ ભાજપને સાથ આપ્યો હતો. જોકે, ચાર વર્ષ થઈ ગયા હોવા છતાં સરકાર રામ મંદિર મુદ્દે ગંભીરતાથી વિચાર નથી કરી રહી. જો રામ મંદિર બનશે તો જ સરકાર ટકશે, પરંતુ આ વાત હવે મુશ્કેલ લાગે છે. આ ઉપરાંત આનંદ અખાડાના પ્રમુખ મહંત ગણેશ આનંદ સરસ્વતીએ પણ કહ્યું હતું કે, રામ મંદિર અમારી આસ્થાનો વિષય છે અને આ મામલો અદાલતમાં હોવાથી સરકાર કંઈ કરવાની સ્થિતિમાં નથી. સાધુ-સંતો સરકારના વલણથી નારાજ છે,પરંતુ સરકારના પણ હાથ બંધાયેલા છે એ અમે જાણીએ છીએ.

Related posts

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel
GSTV