GSTV

રામ મંદિર શિલાન્યાસના મુહૂર્ત અંગે આ નેતાએ ઉઠાવ્યા ગંભીર સવાલ: “…એટલે જ પૂજારી અને સત્તાધારી પક્ષના મંત્રી થયા સંક્રમિત”

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન વચ્ચે પૂજનના મુહૂર્તને લઈ રાજકીય પ્રહારો પણ વધુ તીવ્ર બન્યા છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે મંદિર પૂજનના મુહૂર્તને ગૃહમંત્રી અમિત શાહથી લઈને મંદિરના પુજારી કોરોના સંક્રમિત થયા તેના સાથે જોડ્યું છે. આ બાબતોને તેમણે સનાતન ધર્મ અને હિંદુ પરંપરાઓના ઉલ્લંઘનનું પરિણામ ગણાવ્યું છે.

રામ મંદિર

અશુભ મુહૂર્તના કારણે કોરોના

દિગ્વિજય સિંહે એક પછી એક ટ્વિટ કરીને આ મામલે નિશાન સાધ્યું હતું અને મંદિર પૂજન માટે હિંદુ ધર્મની માન્યતાઓ નજરઅંદાજ કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે આ કારણે જ દેશના ગૃહમંત્રી અમિત શાહથી લઈને રામ મંદિરના પુજારી સુધીનાઓ કોરોના સંક્રમિત થયા છે.

હિંદુ માન્યતાઓની અવગણનાનું પરિણામ

દિગ્વિજય સિંહે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘સનાતન હિંદુ ધર્મની માન્યતાઓની અવગણના કરવાનું પરિણામ- 1. રામ મંદિરના સમસ્ત પુજારી કોરોના પોઝિટિવ, 2. ઉત્તર પ્રદેશના મંત્રી કમલા રાની વરૂણનો કોરોનાના કારણે સ્વર્ગવાસ, 3. ઉત્તર પ્રદેશના ભાજપા અધ્યક્ષ કોરોના પોઝિટિવ અને હોસ્પિટલમાં, 4. ભારતના ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ અને હોસ્પિટલમાં, 5. મધ્ય પ્રદેશમાં ભાજપના મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં, 6. કર્ણાટકમાં ભાજપના મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ અને હોસ્પિટલમાં.’

મુહૂર્તને લઈ અનેક સંતોએ કર્યા સવાલ

અનેક સંતો ઉપરાંત કાશીના જ્યોતિષ પણ નક્કી કરવામાં આવેલા મુહૂર્ત સામે સવાલ કરી રહ્યા છે. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ ભૂમિ પૂજન માટેના નિર્ધારિત સમયને અશુભ ગણાવ્યો હતો. તેના પહેલા તેમના શિષ્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને મંદિરના શિલાન્યાસ માટેની નિર્ધારિત તિથિ એટલે કે 5 ઓગષ્ટને અશુભ ગણાવી હતી.

મુહૂર્તને લઈ શું છે વિવાદ?

કાશીના સંતોની સાથે જ જ્યોતિષીઓ મંદિર શિલાન્યાસ માટેના નિર્ધારિત મુહૂર્ત સામે સવાલ કરી રહ્યા છે. સંતો અને જ્યોતિષિઓના કહેવા પ્રમાણે મંદિરના શિલાન્યાસ માટે નિર્ધારિત આ તારીખનું મુહૂર્ત તે દિવસનો સૌથી અશુભ સમય છે.

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી પહેલા જ ઉઠાવી ચુક્યા છે વાંધો

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ જણાવ્યું કે 5મી ઓગષ્ટે દક્ષિણાયન ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષની દ્વિતીયા તિથિ છે. શાસ્ત્રોમાં ભાદ્રપદ માસમાં ગૃહ, મંદિરારંભ કાર્ય નિષિદ્ધ છે. આ માટે તેમણે વિષ્ણુ ધર્મ શાસ્ત્ર અને નૈવજ્ઞ વલ્લભ ગ્રંથનો હવાલો આપ્યો હતો.

MUST READ:

Related posts

ખેડૂત બિલ : મોદી સરકાર સામે એક સાથે 18 પાર્ટીઓએ છેલ્લો દરવાજા ખખડાવ્યો

pratik shah

સ્કૂલમાં ધોરણ 9થી 12માં એડમિશન લેવું છે તો આ છે અંતિમ તારીખ, સરકારે ડેડલાઈન જાહેર કરી

pratik shah

BIG NEWS/ સુરતના ONGC પ્લાન્ટમાં મધ્યરાત્રીએ લાગી ભીષણ આગ, 10થી 12 ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!