GSTV
Home » News » રામમંદિર માટે જમીનની વહેંચણી નથી મંજૂર, વિલંબ યોગ્ય સંકેત નથીઃ વીએચપી

રામમંદિર માટે જમીનની વહેંચણી નથી મંજૂર, વિલંબ યોગ્ય સંકેત નથીઃ વીએચપી

અયોધ્યામાં ધર્મસભા માટે રામભક્તો મોટી સંખ્યામાં ઉમટયા છે. ધર્મસભા માટે એક લાખથી પણ વધુ લોકો અયોધ્યા પહોંચ્યા છે અને હજી પણ તેમના રામનગરીમાં આવવાનું ચાલુ છે. વહીવટી તંત્રે સુરક્ષાની મજબૂત વ્યવસ્થા કરી છે. અયોધ્યામાં બાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ચાલનારી ધર્મસભામાં વિશ્વ હિંદુ પરિષદના નેતા ચંપતરાયે કહ્યું છે કે તેમને રામમંદિર માટે જમીનની વહેંચણી મંજૂર નથી. તેમને પુરે પુરી જમીન જોઈએ છે.

ચંપતરાયે કહ્યુ છે કે વિવાદીત સ્થાન પર નમાજ પઢવા દેવામાં નહીં આવે અને સુન્ની વક્ફ બોર્ડ કેસ પાછો ખેંચે. રામજન્મભૂમિ મામલે હવે વધુ ધીરજની પરીક્ષા લેવની રહેવા દો. રામમંદિર પર વિલંબ સારા સંકેત નથી.

ધર્મસભા માટે અયોધ્યા પહોંચેલા રામભક્તોનું સ્થાનિક મુસ્લિમ સમુદાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય મુસ્લિમ મંચ સાથે સંકળાયેલા લોકોએ ધર્મસભાના માર્ગ પર રામભક્તો પર પુષ્પવર્ષા કરી હતી. રામમંદિર સમર્થક બબલૂ ખાને રામભક્તોનું સ્વાગત કર્યું હતું. ધર્મસભામાં કિન્નર પણ પહોંચ્યા છે. કિન્નરોએ પણ સરકારને ઝડપથી રામમંદિર નિર્માણ માટે હાકલ કરી છે. તેમણે કહ્યુ છે કે રામમંદિર પર હવે વધુ રાહ જોઈ શકાય તેમ નથી.

અયોધ્યામાં વધી રહેલી ભીડ પર બાબરી મામલાના પક્ષકાર ઈકબાલ અંસારીએ સુરક્ષા વ્યવસ્થા પર સંતુષ્ટિ વ્યક્ત કરી છે અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ છે કે જો 1992માં આવા પ્રકારની સુરક્ષા હોત તો બાબરી વિધ્વંસની ઘટના બનત જ નહીં.

અયોધ્યામાં સવારે જ રામભક્તો હાઈવેના માર્ગે નગરમાં દાખલ થઈ રહ્યા હતા.. ત્યારે તેમને રોકવાની પોલીસ દ્વારા અસફળ કોશિશ કરવલામાં આવી હતી. તેમની સાથે આરએએફ પણ હતી. પરંતુ રામભક્તો રામલલાના દર્શનની માગણી પર અક્કડ રહ્યા હતા. રામલલાના દર્શન માટે પણ લાંબી કતાર જોવા મળી હતી.

અયોધ્યામાં સુરક્ષામાં ચૂકનો મામલો પણ સામે આવ્યો છે. ધર્મસભાના સ્થાનની નજીક કેટલાક લોકો હથિયારો સાથે પહોંચ્યા હતા. અહીં યુવાનો પાસે હાથમાં સળિયા, કટાર અને તલવારો પણ જોવા મળી હતી.

Read Also 

Related posts

બોલ્ડ અવતારમાં નજરે પડી સોનૂ કે ટીટૂ કી સ્વીટી, જીત્યો મોસ્ટ સ્ટાઈલિશનો એવોર્ડ

pratik shah

1 ડિસેમ્બરથી વાહનો પર આ વસ્તુ નહીં હોય તો લાગશે દંડ, સરકાર લાગુ કરવાની છે આ નિયમ

Dharika Jansari

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!