રામ મંદિર મુદ્દે AIMPLBમાંથી હાંકી કઢાયેલા મૌલાના નદવીએ આ દાવો કર્યો

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડમાંથી હાંક કઢાયેલા સદસ્ય મૌલાના નદવીએ અયોધ્યા વિવાદના સમાધાન માટે એક મોટો દાવો કર્યો છે. મૌલાના નદવીએ કહ્યુ છે કે ટીમ મોદીએ વિવાદને ઉકેલવા મામલે તેમનો સંપર્ક કર્યો હતો. નદવીએ કહ્યુ છે કે રામમંદિર જરૂરથી બનશે.

અયોધ્યામાં વિવાદીત સ્થાન પર રામમંદિરની તરફેણમાં ઉભા રહેનારા મૌલાના સલમાન નદલીએ દાવો કર્યો છે કે રામમંદિર વિવાદના સમાધાન માટે તેમનો ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીમે સંપર્ક કર્યો છે. તેમણે ક્હ્યુ છે કે અયોધ્યામાં યોજાનારી બેઠક બાદ ખુદ વડાપ્રધાન મોદીની ટીમે તેમનો સંપર્ક કર્યો છે. તેમણે અયોધ્યામાં યોજાનારી બેઠક બાદ વડાપ્રધાન મોદી સાથે મુલાકાતની વાત જણાવી છે.

નદવીએ કહ્યુ છે કે તેમણે બંને સમુદાય માટે અયોધ્યા વિવાદના શાંતિપૂર્ણ સમાધાન પર કામ કરવા માટે પોતાના તરફથી સર્વશ્રેષ્ઠ કોશિશ કરી રહ્યા છે. તેમણે ભાવનાત્મકતા મહસૂસ થઈ છે. કારણ કે તેઓ ઈસ્લામમાં સ્વીકાર્ય હોય તેવું કોઈક સારું સમાધાન શોધવાની કોશિશ કરી રહ્યા છે. કેટલાક લોકો તેમને અંગત સ્વાર્થ માટે નિશાન બનાવી રહ્યા હોવાનો મૌલાના નદવીએ દાવો કર્યો છે. નદવીએ ઓવૈસી જેવા લોકો સમાજમાં નફરત અને અશાંતિ ફેલાવવા માટે કુખ્યાત હોવાનું જણાવીને સવાલ કર્યો છે કે આમા આપણે આવા લોકો પાસેથી આશા પણ શું રાખી શકીએ?

વિવાદ મામલે વાત કરતા મૌલાના નદવીએ કહ્યુ છે કે રામમંદિર તે જ જમીન પર બનશે અને આખરી સમાધાન સુધી પહોંચવાની તેમણે આશા પણ વ્યક્ત કરી છે. અયોધ્યામાં ફરીથી રામમંદિર વિવાદ મામલે શ્રી શ્રી રવિશંકરની મધ્યસ્થતામાં યોજાનારી બેઠકમાં વધુ ચર્ચા કરવાની વાત પણ તેમણે જણાવી છે.

મૌલાના સલમાન નદવીએ તાજેતરમાં બેંગાલુરુ ખાતેની આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની સાથેની મુલાકાતમાં મસ્જિદ કોઈક અન્ય સ્થાને શિફ્ટ કરીને વિવાદીત સ્થાન પર રામમંદિર નિર્માણ માટે કેટલાક સૂચનો કર્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter