સાબરકાંઠામા હાલ જે શોભાયાત્રા નીકળી તેમા ફરી પથ્થરમારો થયો છે. આ વખતે પોલીસના વાહન પર પથ્થરમારો થયો છે. આ પથ્થરમારા વચ્ચે શોભાયાત્રા શાંત બની હતી. આ પથ્થરમારાની ઘટનાને નિયંત્રણમા લાવવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા. જોકે, આ ઘટનાના કારણે ચારેય તરફ અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. પોલીસનો આટલો સઘન બંદોબસ્ત હોવા છતા સામસામે પથ્થરમારાની ઘટના ઘટી હતી.

સમગ્ર દેશમાં અને રાજ્યમાં રામનવમીની ઉજવણી ધૂમધામથી થઈ રહી છે. ત્યારે આ વચ્ચે રાજ્યમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. રાજ્યના હિંમતનગર છાપરીયા વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો થવાની ઘટના સામે આવી છે.મળતા અહેવાલ પ્રમાણે રામનવમીને અંતર્ગત સમગ્ર પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે, ચાંપતી નજર અને અસામાજીક પ્રવૃતિને રોકવા માટે પોલીસ પણ નજર સતતપણે રાખી રહી છે.

ચુસ્ત પોલીસબંદોબસ્ત હોવા છત્તાં હિંમતનદરના છાપરીયા વિસ્તારમાં અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. હાલમાં સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ છે. વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. હિંમતનગર પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
Read Also
- પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા
- અમદાવાદ / ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત
- ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું
- Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત
- વડોદરા / રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ઉચ્ચારણો બદલ VHP નેતા રોહન શાહની અટકાયત