GSTV
Gujarat Government Advertisement

ફટકો/ મોદીના ‘જય શ્રી રામ’ને લીધે બંગાળમાં ભાજપનું ‘રામનામ સત્ય હૈ’ : ‘જાદુઈ ટચ’ના ભુક્કા બોલાઈ ગયા

બંગાળ

Last Updated on May 3, 2021 by Harshad Patel

પશ્ચિમ બંગાળમાં ભાજપની કારમી હારે નરેન્દ્ર મોદીની ઈમેજને જોરદાર ફટકો માર્યો છે. મોદી પાસે ચૂંટણી જીતવાનો ‘જાદુઈ ટચ’ છે એ ભ્રમનો આ હારે ભાંગીને ભુક્કો કરી નાંખ્યો છે. પોતાનું નામ જ ભાજપને જીતાડવા માટે કાફી છે એવા ભ્રમમાં રાચતા મોદીના ઈશારે ભાજપે બંગાળના જંગને મમતા વર્સીસ મોદીનો જંગ બનાવી દીધો હતો.

બંગાળની પ્રજાએ સ્પષ્ટ મેસેજ આપી દીધો

ભાજપે મોદીની અંગત પ્રતિભાને દાવ પર લગાવી દીધી હતી પણ બંગાળની પ્રજાએ સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે, ભાજપના નેતા ને કાર્યકરો ભલે વ્યક્તિપૂજામાં માનતા હોય પણ બંગાળીઓને વ્યક્તિપૂજામાં કોઈ રસ નથી.

આ હાર માટે મોદી વ્યક્તિગત રીતે જવાબદાર

વિશ્લેષકોના મતે, આ હાર માટે મોદી વ્યક્તિગત રીતે જવાબદાર છે. પોતાને લોકોની નાડ પારખવાના નિષ્ણાત માનતા મોદી બંગાળના કલ્ચરને સમજવામાં સદંતર નિષ્ફળ ગયા. મોદીએ મમતાને હરાવવા ‘જય શ્રી રામ’નો નારો રમતો કરીને હિંદુત્વનું કાર્ડ ખેલ્યું તેમાં ભાજપનું ‘રામનામ સત્ય હૈ’ થઈ ગયું. બંગાળની પ્રજાની બુધ્ધિમત્તા અને બિનસાંપ્રદાયિક માનસિકતાને મોદીએ પોતાની બુધ્ધિથી તોલી તેમાં ભાજપ હારી ગયો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મ્યુકરમાઈકોસિસ/ અમદાવાદ અને સુરતમાં 400 કેસ : કોરોના કરતાં પણ ખતરનાક છે રોગ, હવે રોજ વધશે 100 કેસ

Damini Patel

મહામારી/ દેશમાં 31 કરોડ લોકોના થયા ટેસ્ટ : 7 દિવસથી 4000 લોકોના મોતની સરેરાશ, આજે પણ નોંધાયા આટલા કેસ

Bansari

તાલાલા: પેસેન્જર પાસીંગ હોવા છતાં નિયમ વિરૂધ્ધ ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા દરરોજ કેરીનાં હજારો બોકસની હેરફેર, નાના માલવાહકોનો ધંધો ઠપ્પ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!