વડાપ્રધાન મોદીએ બુધવારના રોજ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ટ્રસ્ટની જાહેરાત કરી છે. બાદમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ ટ્રસ્ટમાં 15 સભ્યો હશે. જેમાં એક દલિત સમાજના સભ્યને પણ જગ્યા આપવામાં આવશે. જેના ચાર કલાક બાદ 15 સભ્યોના નામ જાહેર કર્યા છે. અયોધ્યા વિવાદમાં હિંદુ પક્ષકાર મુખ્ય વકીલ 92 વર્ષીય કે પરાસરણને રામમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી બનાવ્યા છે. પરાસરણ ઉપરાંત એક શંકરાચાર્ય સહિત પાંચ સભ્ય ધર્મગુરૂ ટ્ર્સ્ટમાં સામેલ છે. સાથે જ અયોધ્યાના શાહી પરિવાર રાજ વિમલેન્દ્ર પ્રતાપ મિશ્રા, અયોધ્યાના જ હોમિયોપેથી ડોક્ટર અનિલ મિશ્રા અને કલેક્ટરને ટ્રસ્ટી બનાવ્યા છે.

અગાઉ એવી માહિતી આવી રહી હતી કે, ચાર શંકરાચાર્યોને આ ટ્ર્સ્ટમાં જગ્યા આપવામાં આવશે, પણ સરકારે ફક્ત પ્રયાગરાજના જ્યોતિષ પીઠાધીશ્વર સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીને જ સામેલ કર્યા છે. ઉપરાંત ટ્ર્સ્ટમાં નિર્મોહી અખાડાને પણ સ્થાન આપવામાં આવ્યું છે.


- કે. પરાસરણ– સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે. પરાસરણ અયોધ્યા મામલામાં નવ વર્ષ સુધી હિંદુ પક્ષકાર તરીકે રહ્યા છે. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સરકારમાં અટોર્ની જનરલ પણ રહ્યા છે. પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત થયેલા છે.
- જગતગુરૂ શંકરાચાર્યા સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ– તેઓ બદરીનાથ સ્થિત જ્યોતિષ પીઠના શંકરાચાર્ય છે. જો કે, તેમના શંકરાચાર્ય બનાવવાને લઈ ઘણો વિવાદ થયેલો.
- જગતગુરૂ મધ્વાચાર્ય સ્વામી વિશ્વ પ્રસન્નતીર્થ મહારાજ- આ કર્ણાટકના ઉડ્ડપી સ્થિત પેજાવર મઠના 33માં પીઠાધીશ્વર છે. તેમણે ડિસેમ્બર 2019માં પેજાવરમાં મઠ પીઠાધીશ્વર સ્વામી વિશ્વેશતીર્થના નિધન બાદ પદ સંભાળ્યું છે.
- યુગપુરૂષ પરમાનંદજી મહારાજ- આ અખંડ આશ્રમ હરિદ્વારના પ્રમુખ છે. વેદાંત પર તેમની 150 વધુ પુસ્તક પ્રકાશિત થઈ ચુકી છે. તેમણે વર્ષ 2000માં સંયુક્ત રાષ્ટ્રમાં આધ્યાત્મિક નેતાઓને શિખર સંમેલનમાં સંબોધન કરી ચુક્યા છે.
- સ્વામી ગોવિંદદેવ ગિરિજી મહારાજ- મહારાષ્ટ્રના અહમદનગરમાં 1950માં તેમનો જન્મ થયો છે. તેઓ રામાયણ,શ્રીમદભગવદગીત, મહાભારત અને અન્ય પૌરાણિક ગ્રંથોનું દેશ-વિદેશમાં પ્રવચન આપે છે. તેઓ પાડુરંગ શાસ્ત્રીના શિષ્ય છે.
- વિમલેંન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા- આ અયોધ્યા રાજપરિવારના વંશજ છે. રામાયણ મેળો સંરક્ષક સમિતીના સભ્ય અને સમાજસેવીના રૂપમાં કામ કરે છે. 2009માં બસપાની ટિકિટ પર ચૂંટણી પણ લડ્યા હતા, પણ હાર મળી હતી. ત્યાર બાદ તેમણે રાજકારણમાંથી સંન્યાસ લીધો.
- ડૉ. અનિલ મિશ્ર- તેઓ મૂળ તો આંબેડકર નગરના રેહવાસી છે જ્યાં તેઓ હોમિયોપેથીનો ઈલાજ કરી રહ્યા છે. તેઓ હોમિયોપેથી મેડિસિન બોર્ડના રજિસ્ટર છે. મિશ્રાએ 1992માં રામ મંદિર આંદોલનમાં પૂર્વ સાંસદ વિનય કટિયાર સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી.
- શ્રી કામેશ્વર ચૌપાલ,પટના,(દલિત સભ્ય)- સંઘે કામેશ્વરને પ્રથમ કારસેવકનો દરજ્જો આપ્યો છે. તેમણે 1989માં રામમંદિર શિલાન્યાસની પ્રથમ ઈંટ રાખી હતી. રામમંદિર આંદોલનમાં સક્રિયા ભૂમિકા નિભાવે છે. તેમને દલિત હોવાના નાતે આ મોકો આપ્યો છે. 1991માં તેમણે રામવિલાસ પાસવાન સામે લોકસભા ચૂંટણી પણ લડી હતી.
- મહંત દિનેંન્દ્ર દાસ-આ અયોધ્યાના નિર્મોહી અખાડાના અયોધ્યા બેઠકના પ્રમુખ છે. જો કે, ટ્રસ્ટની બેઠકમાં તેમને વોટિંગનો અધિકાર નહી હોય.
- ટ્રસ્ટમાં બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા એક હિંદુ ધર્મને પણ સામેલ કરવામાં આવશે.
- કેન્દ્ર સરકાર દ્વારા હિંદુ ધર્મના એક પ્રતિનિધિને પણ સામેલ કરવામાં આવશે, જે સિવિલ સર્વિસમાં જોડાયેલા હોય.
- યુપી સરકાર દ્વારા એક હિંદુ પ્રતિનિધિને સામેલ કરાશે, જે પ્રદેશ સરકારમાં આઈએએસ અધિકારી હોય.
- અયોધ્યા જિલ્લાના કલેક્ટરને પણ ટ્રસ્ટના સભ્ય બનાવ્યા છે. કલેક્ટર હિંદુ ધર્મના હોવા જોઈએ.જો કોઈ કારણસર કલેક્ટર હિંદુ ન હોય તો, અધિક કલેક્ટરને આ પદ મળશે.
READ ALSO
- અર્ણબ ગોસ્વામી ફસાયો/ એક હજાર પાનાની વોટ્સએપ ચૈટ વાયરલ, અરુણ જેટલીના નિધનનો પણ જશ્ન મનાવતો
- રેલવેમાં નોકરી અપાવવાના નામે લેવાતી હતી લાંચ, CBIએ મોટા અધિકારીની કરી આટલા કરોડ રૂપિયા સાથે ધરપકડ…
- અમદાવાદ/ પ્રહલાદનગર ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસને માર માર્યો, માસ્ક નહીં પહેરવા બાબતે થઈ હતી બબાલ
- કોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…
- પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડરાની વધશે મુશ્કેલીઓ, બેનામી સંપત્તિ મામલે ઈડીએ રાજસ્થાન હાઈકોર્ટમાં કરી અરજી