GSTV

રામના નામે વેપાર / વિવાદમાં રામ મંદિર ટ્રસ્ટના વધુ બે જમીન સોદા, 20 લાખની ભૂમી 2.5 કરોડ રૂપિયામાં ખરીદી!

Last Updated on June 19, 2021 by Zainul Ansari

અયોધ્યામાં શ્રી રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવેલી જમીનોમાં વધુ બે સોદા વિવાદમાં આવ્યા છે. આ જમીન સોદામાં અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાયના ભત્રીજા દીપ નારાયણ ઉપાધ્યાયની મહત્વની ભૂમિકા છે.

દીપ નારાયણે 20 લાખ રૂપિયામાં ખરીદેલી એક જમીન રામ જન્મભૂમિ ટ્રસ્ટને અઢી કરોડમાં વેચી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. જ્યારે કે બીજી જમીન કે જેની કિંમત 27 લાખ રૂપિયા હતી તેને દીપ નારાયણે એક કરોડમાં વેચી હોવાનો આક્ષેપ થયો છે.

20 ફેબ્રુઆરીના રોજ દીપ નારાયણે અયોધ્યાના મહંત દેવેન્દ્રપ્રસાદ આચાર્ય પાસેથી 20 લાખ રૂપિયામાં જમીન ખરીદી. આ જમીનની કિંમત સર્કલ રેટના હિસાબે 35.6 લાખ આંકવામાં આવી. 3 મહિના બાદ 11 મેના રોજ દીપનારાયણે આ જમીન રામ મંદિર ટ્રસ્ટને અઢી કરોડ રૂપિયામાં વેચી.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભાના સાંસદ અને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહ તથા સમાજવાદી પાર્ટીના અયોધ્યાના ભૂતપૂર્વ ધારાસભ્ય પવનપાંડેએ અયોધ્યામાં મંદિર નિર્માણ માટે રૂ. ૨ કરોડની જમીન રામજન્મભૂમિ ટ્રસ્ટે રૂ. ૧૮.૫ કરોડમાં ખરીદીને ૧૬ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ આ કેસમાં સીબીઆઈ તેમજ ઈડીની તપાસની માગણી કરી છે.

આપ નેતા સંજય સિંહ અને સમાજવાદી પક્ષના અયોધ્યાના ભૂતપૂર્વ ધારાસભ્ય તેજ નારાયણ પાંડે ઉર્ફે પવન પાંડેએ રવિવારે અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ કરીને ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સંસ્થાના સભ્ય અનિલ મિશ્રાની મદદથી રૂ. ૨ કરોડની જમીન રૂ. ૧૮.૫ કરોડમાં ખરીદી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે આ સીધે સીધો મની લોન્ડરિંગનો કેસ છે અને સરકારે તેની સીબીઆઈ તથા ઈડી પાસે તપાસ કરાવવી જોઈએ. આ કૌભાંડના રૂપિયા કોની કોની પાસે ગયા તેની તપાસ થવી જોઈએ.

આપના નેતાના આક્ષેપ

આપ નેતા સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક દસ્તાવેજો રજૂ કરતા કહ્યું કે ભગવાન શ્રીરામ જેના પ્રત્યે કરોડો લોકોની આસ્થા છે. જેના નામ પર ગરીબ ખેડૂતથી લઈને ફેક્ટરીના મજૂરે પણ ઉદાર હાથે દાન આપ્યું છે. કોઈ નહીં જાણતું હોય હોય કે જે ટ્રસ્ટને દાન આપ્યુ છે, તેણે મસમોટુ કૌભાંડ કરી લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. કોઈ કલ્પના પણ કરી શકે નહીં કે, મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામના નામ પર કોઈ કૌભાંડ કરવાની હિમ્મત કરે, ચંપત રાયે રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામ ઉપર કરોડો રૂપિયા હડપી લીધા છે.

તેમણે દાવો કર્યો કે અયોધ્યા સદર તાલુકાના બાગ બિજૈસી ગામમાં ગાડા નંબર ૨૪૩, ૨૪૪ અને ૨૪૬ની જમીન જેનું ક્ષેત્રફળ ૧૨ હજાર ૮૦ વર્ગ મીટર છે તે સુલ્તાન અન્સારી અને રવિ મોહન તિવારી નામની વ્યક્તિઓએ ૧૮મી માર્ચે ૨૦૨૧ના રોજ કુસુમ પાઠક અને હરીશ પાઠક પાસેથી રૂ. ૨ કરોડમાં ખરીદી હતી. આ જમીન ખરીદીમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા અને અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય સાક્ષી બન્યા હતા. આ જમીન સાંજે ૭.૧૦ મિનિટ પર ખરીદવામાં આવી હતી.

આ કરારની બરાબર પાંચ મિનિટ પછી ચંપત રાયે આ જ જમીન સુલ્તાન અંસારી અને રવિ મોહન પાસેથી રૂ. ૧૮.૫ કરોડમાં ખરીદી લીધી. તેમાંથી ૧૭ કરડો રૂપિયા આરટીજીએસ મારફત બાના સ્વરૂપે અપાયા હતા. તેમણે આક્ષેપ કર્યો કે બે કરોડમાં ખરીદવામાં આવેલી જમીનનો ભાગ લગભગ પ્રતિ સેકન્ડ સાડા પાંચ લાખ રૂપિયા વધી ગયો. હિન્દુસ્તાન તો શું આખી દુનિયામાં ક્યાંય પણ કોઈ જમીનનો ભાવ આટલી ઝડપથી વધતો નથી.

સંજય સિંહે કહ્યું કે રસપ્રદ બાબત એ છે કે જે મંદિર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા અને અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય બે કરોડની જમીન ખરીદીમાં સાક્ષી હતા તે જ બંને ટ્રસ્ટના નામે જમિન ખરીદીમાં પણ સાક્ષી બની ગયા. આ સ્પષ્ટરૂપે મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારનો કેસ છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારને તાત્કાલિક ઈડી અને સીબીઆઈ મારફત આ કેસની તપાસ કરાવી તેમાં સામેલ ભ્રષ્ટાચારી લોકોને જેમાં નાંખવા વિનંતી કરું છું. કારણ કે આ દેશના કરોડો રામભક્તોની આસ્થાની સાથે કરોડો લોકો સાથે વિશ્વાસનો પણ સવાલ છે.

આપ સાંસદે કહ્યું કે આ કેસમાં એગ્રીમેન્ટના સ્ટેમ્પના સમય અને સેલ ડીડના સ્ટેમ્પના સમય અંગે પણ સવાલો ઊભા થાય છે. જે જમીન પાછળથી ટ્રસ્ટને વેચવામાં આવી તેના સ્ટેમ્પ પેપર સાંજે ૫.૧૧ વાગ્યે ખરીદવામાં આવ્યા અને જે જમીન પહેલા રવિ મોહન તિવારી અને અંસારીએ ખરીદી તેના સ્ટેમ્પ પેપર સાંજે ૫.૨૨ વાગ્યે ખરીદવામાં આવ્યા. આપ પ્રવક્તાએ કહ્યું કે, કોઈપણ ટ્રસ્ટમાં જમીન ખરીદવા માટે બોર્ડમાં દરખાસ્ત કરવામાં આવે છે. એવામાં માત્ર પાંચ જ મિનિટમાં કેવી રીતે રામ મંદિર ટ્રસ્ટે આ દરખાસ્ત પાસ કરી લીધી અને તુરંત જમીન ખરીદી લીધી.

Read Also

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!