GSTV

60 વર્ષથી ગુફામાં રહેતા ફકકડ બાબાએ રામ મંદિરને આપ્યું એક કરોડનું દાન: બેન્ક કર્મચારીઓ પણ માનવા નહોતા તૈયાર

Last Updated on January 29, 2021 by Mansi Patel

ઋષિકેશમાં રહેતા 83 વર્ષના સંત સ્વામી શંકર દાસે અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે એક કરોડ રુપિયાનું દાન આપ્યું છે. આ સાધુ છેલ્લા 60 વર્ષથી ગુફામાં રહી રહ્યા છે. સ્વામી શંકરદાસ જ્યારે એક કરોડનો ચેક લઈને ઋષિકેશની બેન્કમાં પહોંચ્યા ત્યારે કર્મચારીઓ પણ હેરાન થઈ ગયા હતા. કર્મચારીઓએ તેમનું બેન્ક એકાઉન્ટ ચેક કર્યું ત્યારે તેમનો ચેક સાચો છે તે વાતને સમર્થન મળી ગયું હતું.

એ પછી આરએેસએસના કેટલાક નેતાઓને પ્રક્રિયા પૂરી કરવા માટે બોલાવાયા હતા. આ પૈકીના એક નેતાએ અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સ્વામી સીધા પૈસા દાન કરી શકે તેમ નથી એટલે ચેક અમને આપવામાં આવ્યો હતો અને અમે તેમને રસીદ આપી હતી. હવે બેન્ક મેનેજર ટ્રસ્ટના એકાઉન્ટમાં ચેક જમા કરશે.

સ્વામી શંકર દાસનું કહેવું હતું કે, પહેલા તો હું ગુપ્ત દાન કરવા માંગતો હતો પણ દાનની રાશી જાહેર થવાથી બીજા લોકોને પણ પ્રેરણા મળશે તેવું વિચારીને રકમ જાહેર કરવા માટે સંમતિ આપી હતી. સ્વામી શંકર દાસને સ્થાનિક લોકો ફકકડ બાબા કહે છે અને દાન દક્ષિણાથી જ તેમનું જીવન ચાલે છે.

READ ALSO

Related posts

વિપક્ષ આકરા પાણીએ: કોંગ્રેસ 9 દિવસ સુધી વિવિધ મુદ્દે યોજશે વિરોધ કાર્યક્રમ, સરકારની સદંતર નિષ્ફળતાને કરશે ઉજાગર

pratik shah

Bollywood : માત્ર સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે ઉર્વશી રૌતેલા, જિમ રૂટિન તમને કરી નાખશે અચંભિત

Vishvesh Dave

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!