GSTV

અલ્પેશ ઠાકોરના પિતાએ રથયાત્રા સમયની પીએમ મોદી સાથેની યાદો કરી તાજા, એકસાથે હતા

રામ મંદિરના નિર્માણ સમયે આંદોલનમાં ભાગ લેનારા અનેક લોકો રથયાત્રાની યાદો તાજા કરી રહ્યા છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠાકોરે પણ રામ મંદિર નિર્માણ યાત્રાના નરેન્દ્ર મોદી સાથેના તેમના સંસ્મરણો વાગોળ્યા. ખોડાજી ઠાકોરે જણાવ્યું કે રથયાત્રાના સંયોજક તરીકે નરેન્દ્ર મોદીએ કુશળતાપૂર્વક આયોજન કરી યાત્રાને સફળ બનાવી હતી.

ખોડાજી ઠાકોરે જણાવ્યું કે મુરલી મનોહર જોશીની અધ્યક્ષતામાં કશ્મીરથી કન્યાકુમારી સુધીની યાત્રા યોજવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા ભાજપના હોદ્દેદાર તરીકે મેં પણ વિરમગામ અને આસપાસના ગામના લોકોએ સાથે મળી રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ યાત્રાની જવાબદારી પણ મોદીના શિરે હતી. મોદીએ એ સમયે મારા સહિત અન્ય અનેક કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો. ગામના લોકો દ્વારા અયોધ્યા ઇંટો પણ પહોંચાડવામાં આવી હતી.

READ ALSO

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!