GSTV
Gujarat Government Advertisement

રામમંદિર સમર્પણ અભિયાનમાં ભાજપના નેતાઓએ વરસાવ્યું દાન, સીઆર પાટીલએ આપ્યા રૂ. 5 લાખ

Last Updated on January 15, 2021 by Pritesh Mehta

અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ અર્થે સુરત શહેર આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિર નિર્માણ નિધિ અંગેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાત ભાજપ અધ્યક્ષ સહિત ભાજપના સાંસદ, ધારાસભ્યો તેમજ કોર્પોરેટરો દ્વારા પોતાનું યોગદાન રામ મંદિર નિર્માણ અર્થે નિર્માણ નિધિ સમર્પણ સમિતિને આપવામાં આવી.

રામ

ભાજપ પ્રદેશ અધ્યક્ષનું દાન

રામ મંદિર નિર્માણ અર્થે નિર્માણ નિધિ સમર્પણ સમિતિને આપવામાં આવેલ યોગદાનમાં ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રૂપિયા 5 લાખનો ચેક અર્પણ કર્યો હતો.

હળવદમાં 14 લાખથી વધુનું દાન

હળવદમાં શ્રીરામ જન્મ ભૂમિ નિધિ સમર્પણ અભિયાનનો પ્રારંભ થયો હતો. તમામ નાના મોટા દાતાઓ દ્વારા પ્રથમ એક કલાકમાં કુલ 14 લાખ 24 હજાર 633 રૂપિયાનું સમર્પણ આવ્યું હતુ.

પાટણમાં પણ યોજાયું સમર્પણ અભિયાન

પાટણ જિલ્લામાં સમર્પણ વિધિનો પ્રારંભ થયો…અયોધ્યામાં નિર્માણ પામનારા રામ મંદિર માટે લોકોને સમર્પણ વિધિમાં દાન આપવા અપીલ કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિસદ અને આરએસએસના સહયોગથી સમગ્ર દેશમા રામજન્મ ભૂમિ નિધિનું આયોજન હાથ ધરાયું છે.

રાષ્ટ્રપતિએ આપ્યું દાન

તો સાથે સાથે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ શુક્રવારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે 5 લાખ એક હજાર રૂપિયાનું યોગદાન આપ્યું હતું. શ્રી રામ જન્મભૂમિ તીર્થ વિસ્તારના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજ અને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ, આલોક કુમાર રામનાથ કોવિંદથી રાષ્ટ્રપતિ ભવનમાં મળ્યા હતા. આ દરમિયાન રામ મંદિર માટે રાષ્ટ્રપતિએ 5 લાખ રૂપિયાની સહાયનું એલાન કર્યું. વિશ્વ હિન્દુ પરિષદના આલોક કુમારએ પત્રકારોને જણાવ્યું હતું કે અમે લોકો આ અભીયાનની શરૂઆતના માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે ગયા હતા. તેમણે આ માટે પાંચ લાખ એક હજાર રૂપિયા દાન આપ્યા અને આ મિશનની સફળતાની શુભેચ્છા પાઠવી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા

Dhruv Brahmbhatt

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!