GSTV

રામ માધવની કાશ્મીર મુલાકાત બાદ સરકાર બનાવવાની અટકળો તેજ

Last Updated on August 10, 2018 by Arohi

ભાજપના મહાસચિવ રામ માધવની કાશ્મીર મુલાકાત બાદ જમ્મુ-કાશ્મીરમાં ફરીથી સરકાર બનાવાને લઈને અટકળો તેજ થઈ છે. રામ માધવે બુધવારે કાશ્મીર ખીણની મુલાકાત લીધી હતી અને તે વખતે તેમણે ભાજપ સાથે જોડાયેલા કેટલાક ભૂતપૂર્વ પ્રધાનોની સાથે બંધબારણે વાટાઘાટો પણ કરી હતી.

માનવામાં આવે છે કે તેમણે જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવા માટે પ્રધાનોનો અભિપ્રાય માંગ્યો છે. મહત્વપૂર્ણ છે કે અંગ્રેજી અખબારના અહેવાલમાં દાવો કરાયો છે કે કાશ્મીર મુલાકાત વખતે રામ માધવે પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોન અને પીડીપીના ઘણાં બળવાખોર નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને તેઓ ગુરુવારે દિલ્હી પાછા ફર્યા હતા.

ભાજપના નેતાએ કહ્યું છે કે બેઠક દરમિયાન નેતાઓનું કહેવું હતું કે સરકારની રચના કરવી જોઈએ. કારણ કે જમ્મુ-કાશ્મીર વિધાનસભાના કાર્યકાળમાં હજી અઢી વર્ષનો સમયગાળો બાકી છે. બેઠક દરમિયાન અન્ય એક ભૂતપૂર્વ પ્રધાને કહ્યું છે કે વિધાનસભા ભંગ કરવામાં આવશે. તો કાશ્મીર ખીણના ભાગલાવાદીઓ અને અન્ય વિરોધીઓ શ્રેય લેવા લાગશે કે તેમણે ભાજપની સરકાર પાડી નાખી.

બેઠકમાં સામેલ એક અન્ય નેતાએ કહ્યું છે કે આગામી મહીને સરકાર બની શકે છે. અમરનાથ યાત્રાના સમાપ્ત થવાની રાહ જોવાઈ રહી છે. આ બેઠકમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન કવિન્દર ગુપ્તા અને ભૂતપૂર્વ પ્રધાન બાલી ભગત, સત શર્મા, સુનીલ શર્મા અને રાજીવ જસરોટિયા સામેલ થયા હતા. મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીર વિધાનસભા હાલ સસ્પેન્ડ છે.

તેનો છ વર્ષનો કાર્યકાળ માર્ચ-2021માં સમાપ્ત થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ભાજપના 25, પીડીપીના 28, નેશનલ કોન્ફરન્સના 15, કોંગ્રેસને 12 અને પીપલ્સ કોન્ફરન્સના બે ધારાસભ્યો છે. જ્યરે સીપીએમ અને પીડીએફના એક-એક ધારાસભ્ય તથા ત્રણ અપક્ષ ધારાસભ્યો છે.

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

ખતરો વધ્યો: ચીનના વુહાનમાં ફેલાયો ઘાતક વાયરસ,મુખ્ય શહેરોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ

pratik shah

મોટા સમાચાર / જૂના નોટ અને સિક્કાને લઇ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જારી કરી ચેતવણી, તમે પણ રહો સાવધાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!