GSTV
Home » News » રામ કપૂરનું શોકિંગ ટ્રાન્સફોર્મેશન, ઓળખવો પણ થઈ રહ્યો છે મુશ્કેલ

રામ કપૂરનું શોકિંગ ટ્રાન્સફોર્મેશન, ઓળખવો પણ થઈ રહ્યો છે મુશ્કેલ

ટીવી એક્ટર રામ કપૂર પાછલા દિવસોમાં એકતા કપૂરના શો કર લે તુ ભી મહોબ્બતમાં દેખાયો હતો. ગયા વર્ષે આયુષ શર્માની ડેબ્યૂ ફિલ્મ “લવયાત્રી” માં પણ એક્ટરે મહત્વપૂર્ણ પાત્ર ભજવ્યુ હતુ. ત્યારબાદ રામ કપૂર બહુ ચર્ચામાં આવ્યા ન હતા. પરંતુ હવે રામ કપૂર ચર્ચામાં આવ્યા છે અને તેનું મુખ્ય કારણ છે તેમનો લેટેસ્ટ ફોટો.

રામ કપૂરનો લેટેસ્ટો ફોટો એક્ટરનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન દેખાડે છે. પહેલી નજરમાં તો રામ કપૂરને ઓળખવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે.

રામ કપૂરે વજન ઉતારવાની સાથે સાથે તેના લુક્સ ઉપર પણ કામ કર્યુ છે. તેમની શાર્પ ચીન શાનદાર પર્સનાલિટીને કોમ્પલિમેન્ટ આપી રહી છે.

આમ તો રામ કપૂરનું નામ ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણું ફેમસ છે. તેમણે ઈન્ડસ્ટ્રીના એ સ્ટીરિયોટાઈપને તોડ્યુ હતુ, જે મુજબ ફિટ સ્ટાર જ લીડ રોલ કરી શકે છે.

રામ કપૂર વધેલા વજનની સાથે ટીવી ઈન્ડ્સ્ટ્રીના ઘણા સુપરહિટ શૉમાં લીડ રોલ કર્યો છે. રામ કપૂર પોતાની ફિટનેસ પર લાંબા સમયથી કામ કરી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર વર્ષ 2017માં જીમમાં પરસેવો પાડતા ઘણા ફોટો શેર કર્યા હતા.

રામ કપૂરે પોતાની ફિટનેસ પર સખત મહેનત કરી છે. આ વાતની સાબિતી તેમનો લેટેસ્ટ ફોટો છે. તેમની ફિટનેસ ફેન્સ માટે પણ ઈન્સ્પિરેશન છે.

રામ કપૂરે પોતાના લૂક પર એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુકે, 18 વર્ષોથી હું ઈન્ડસ્ટ્રીમાં કાયમ છુ, મને કી જાતનું પ્રેશર ક્યારેય રહ્યુ નથી.

ઈન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટાર કિડ્સ આવે છે અને જાય છે. કોઈ પણ અહીં લાંબા સમય સુધી ટકી શકતુ નથી. અને હુ આટલો સમય ટકી શક્યો છુ તો તે ઈશ્વરને આભારી છે.

READ ALSO

Related posts

રાગિની MMS રિટર્ન્સની રાગિનીનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Kaushik Bavishi

રણબીર-આલિયાએ પોતાના લકી ચાર્મ વિશે જણાવ્યું, સોનમે શેર કર્યો વીડિયો

Kaushik Bavishi

આમિર ખાનની દિકરી ઈરા ખાને આ વ્યક્તિને પ્રપોઝ કર્યું, ફોટો થયો વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!