GSTV
Gujarat Government Advertisement

રામ જન્મભૂમિ મામલે નિર્મોહી અખાડા સહિત 18 રિવ્યૂ પિટીશન પર આજે સુનાવણી

Last Updated on December 12, 2019 by pratik shah

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસમાં કરાયેલી 18 રિવ્યૂ પિટીશનની અરજી પર પાંચ જજની બેંચ હાલ સુનાવણી ચાલી રહી છે. બંધ ચેમ્બરમાં પાંચ જજની બેંચ 18 અરજીઓ પર સુનાવણી કરી રહી છે. આ દરમિયાન નક્કી કરવામાં આવશે કે આ અરજીઓ પર સુનાવણી ઓપન કોર્ટમાં કરવામાં આવશે કે નહિ. સાથે જ આ અરજીઓના મેરિટ પર પણ વિચાર કરવામાં આવશે.

આ પહેલા નિર્મોહી અખાડાએ પણ રિવ્યૂ અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્મોહી અખાડાએ તેની અરજીમાં કહ્યું છે કે આ નિર્ણયના એક મહિના બાદ પણ રામ મંદિર ટ્રસ્ટમાં તેમની ભૂમિકા નક્કી નથી.

કોર્ટ આ મામલામાં સ્પષ્ટ આદેશ આપે.ચીફ જસ્ટિસ એસ એ બોબડેની સાથે જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નજીર અને સંજીવ ખન્ના સુનાવણી કરી રહ્યાં છે. આ ખંડપીઠમાં જસ્ટિસ સંજીવ ખન્ના નવો ચહેરો છે, પ્રથમ બેન્ચની આગેવાની કરનાર તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ રિટાયર્ડ થઈ ચૂક્યા છે.

સંજીવ ખન્નાએ તેમનું સ્થાન લીધુ છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ મામલામાં 9 નવેમ્બરે ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે વિવાદિત જમીન રામલલાને એટલે કે રામ મંદિર બનાવવા આપવા માટેનો નિર્ણય કર્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!