અયોધ્યામાં આજે ગણતરીની પળોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર બંધાવાનું છે એ ભૂમિનું પૂજન કરવાના છે એવી મંગળ પળોએ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે એક સરસ વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, ભારતીય બંધારણની મૂળ પ્રતમાં મૂળભૂત અધિકારો વિશેના પ્રકરણમાં રાવણવધ પછી અયોઘ્યા પાછા ફરી રહેલા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ, સીતામાતા અને લક્ષ્મણનો સ્કેચ છે. આમ ભારતીય બંધારણ પણ પરોક્ષ રીતે ભગવાન રામનો સ્વીકાર કરે છે.

ભૂમિપૂજન કરે એ સામે વિરોધ નોંધાવ્યો
યોગાનુયોગે આજે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બંધારણનો હવાલો આપીને જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરે એ સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે વડા પ્રધાનને હોદ્દાના સોગન લીધા હતા એ યાદ કરાવ્યા હતા.
ઓવૈસી જેવા વિઘ્નસંતોષીઓને જવાબરૂપ ગણાય
એ સોગનવિધિમાં પેાતે સેક્યુલર રહેશે એવું વિધાન સોગન લેનારે કરવાનું હોય છે. ઓવૈસીએ એવો દાવો કર્યો હતો કે તમે ભૂમિપૂજન કરીને બંધાણની જોગવાઇનો અને તમેં લીધેલા સોંગધનો ભંગ કરી રહ્યા છો. રવિશંકર પ્રસાદે રજૂ કરેલી બંધારણની તસવીર ઓવૈસી જેવા વિઘ્નસંતોષીઓને જવાબરૂપ ગણાય.
અભિનંદન અને શુભકામના પાઠવી હતી
દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે અયોધ્યાવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભકામના પાઠવી હતી. આખીય અયોધ્યા નગરી છેલ્લા 48 કલાકથી નવવધૂની જેમ સજીધજી હતી.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી