કોરોના વાયરસે સમગ્ર દેશને પરેશાન કરી નાખ્યો છે અને તેને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લગભગ બે મહિનાથી લોકો ઘરમાં પૂરાઈ ગયા છે. સરકાર પણ વારંવાર સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મૂકી રહી છે. એવામાં સમાચાર આવ્યા કે અક્ષય કુમારે સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને શૂટિંગ શરૂ કરી દીધું છે. કોરોનાની આ મહામારીમાં ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા પણ એક ફિલ્મ તૈયાર કરી રહ્યા છે. જેનું નામ છે કોરોના વાયરસ અને તેમણે આ ફિલ્મનું ટ્રેલર પણ જારી કરી દીધું છે.
Here is the CORONAVIRUS film trailer..The story is set in a LOCKDOWN and it has been SHOT during LOCKDOWN ..Wanted to prove no one can stop our work whether it’s GOD or CORONA @shreyaset https://t.co/fun1Ed36Sn
— Ram Gopal Varma (@RGVzoomin) May 26, 2020
મહામારી પર સૌપ્રથમ ફિલ્મ
મહામારીના આ સમયમાં ફિલ્મ મેકર્સ અને કલાકારો પોતાની ક્રિએટીવીટી દાખવી રહ્યા છે. કોઈ સોશિયલ મીડિયા પર લોકોના ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે તો કોઈ જાતભાતના વીડિયો બનાવીને પોસ્ટ કરી રહ્યા છે. રામ ગોપાલ વર્મા કોરોના વાયરસના નામે ફિલ્મ બનાવીને આ મહામારી પર સૌપ્રથમ ફિલ્મ રિલીઝ કરશે. તેમણે આ માટે ટ્રેલર પણ રિલીઝ કરી નાખ્યું છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે લો, કોરોના વાયરસ પર એક ફિલ્મ. તેના બેકગ્રાઉન્ડમાં લોકડાઉન છે. અને આ ફિલ્મ લોકડાઉનમાં જ શૂટ કરવામાં આવી છે. હું એ પુરવાર કરવા માગું છું કે તમારું કામ કોઈ રોકી શકતું નથી ના તો ભગવાન કે ના તો કોરોના. રામ ગોપાલ વર્માની આ ફિલ્મ તેલુગુમાં છે.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો