આ શું! પેન્ટ પહેર્યા વિના જ રસ્તા પર નીકળી પડી બોલીવુડની આ Hot એક્ટ્રેસ!

બોલીવુડ સેલેબ્સ ઘણી વાર કંઇક એવું કરી જતાં હોય છે જેના કારણે તેમણે ટ્રોલર્સના નિશાન બનવું પડે છે. તેવામાં હવે બોલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત ટ્રોલર્સના નિશાને આવી છે. હકીકતમાં રકુલનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કારમાંથી ઉતરતી ખતે પેન્ટ વિના નજરે પડી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફોટો પર લોકો અશ્લીલ કમેન્ટ્સ કરી રહ્યાં છે. કોઇએ કહ્યું કે, રકલુ પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ છે તો કોઇએ લખ્યું કે, પબ્લિક પ્લેસ પર શું પહેરવું જોઇએ તે રકુલ નથી જાણતી.

તેવામાં રકુલે ટ્રોલર્સને મળતો જવાબ આપતાં લખ્યું કે, મને લાગે છે કે તમારી માએ તમને ઘણું બધુ શીખવ્યું છે, તેથી જ તમે તેમાં એક્સપર્ટ થઇ ગયાં છો. તેમને કહો કે તે તમને થોડી સેન્સ પણ આપે. સમાનતા અને સુરક્ષા પર ચર્ચા કરવાથી જ મહિલાઓ સુરક્ષિત નહી રહેય પહેલા પોતાની મા અને મહિલાઓની ઇજ્જત કરતાં શીખો. આ પોસ્ટ બાદ ઘણાં યુઝર્સે રકુલને ફરીથી ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

ટ્રોલર્સે લખ્યું કે, અમને ન શીખવ પહેલાં પેન્ટ પહેરીને આવ, ત્યાં અન્ય યુઝરે લખ્યં કે આ ઇન્ડિયા છે યુએસ નહી. અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, આવા કપડા પહેરતા તને શરમ આવવી જોઇએ.

રકુલે તેને ફરીથી જવાબ આપતાં ટ્વિટ કર્યુ કે, જે મારા એથિક્સ પર સવાલ ઉઠાવી રહ્યાં છે તે લોકો તે સમયે કેમ નથી બોલતાં જ્યારે મહિલાઓનું શોષણ થાય છે. હું આ વાત માનસિક રૂપે બિમાર લોકોને તે અહેસાસ કરાવવા માટે કરી રહી છું કે તેની પણ ફેમીલી છે. તેને કેવું લાગશે જ્યારે તેમની સાથે પણ આવું થશે. મને લાગે છે કે તેના પર તેની મા તેને થપ્પડ જરૂર મારશે.

રકુલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રકુલની અપકમિંગ ફિલ્મ ‘મરજાવાં’ છે. આ ફિલ્મમાં સિદ્દાર્થ મલ્હોત્રા સાથે તે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ અને તારા સુતારિયા પણ છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter