GSTV

લગ્નની અફવા/ રકુલ પ્રિતે જૈકી ભગનાની સાથે લગ્નની તારીખ ફિક્સ થઈ હોવાની વાત પર મૌન તોડી સચ્ચાઈ જણાવી

Last Updated on November 25, 2021 by Pravin Makwana

રકુલ પ્રિત સિંહ સાઉથ ઈંડિયન ફિલ્મોથી લઈને બોલિવૂડમાં પોતાના અભિનયથી ખાસ જગ્યા બનાવી છે. તે કેટલીય ભાષામાં ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને હાલમાં જ તેણે કોંડા પોલનમાં એક ગામની છોકરી તરીકે દેખાડાવામાં આવી છે. હાલમાં તે 4 મોટા બજેટની ફિલ્મોમાં બીઝી છે. ત્યારે આ તમામની વચ્ચે તેણે પોતાના લગ્નની ચર્ચાને છેડી છે.

લગ્નની તારીખ નક્કી થવા પર રકુલનું નિવેદન

રકુલ પ્રિતને લઈને ખબર આવી છે કે, તેણે પોતાના લગ્નની તારીખ નક્કી કરી લીધી છે. જેવું આપ જાણો છો કે, બોલિવૂડ અભિનેતા જૈકી ભગનાનીની સાથે તે રિલેશનમાં છે. આ વાતનો ખુલાસો આ કપલે ખુજ એક પોસ્ટ દ્વારા કર્યો હતો અને ત્યારથી કહેવાય રહ્યુ છે કે, ટૂંક સમયમાં જ બંને લગ્ન કરી લેશે. જો કે, આ વાત પર હવે રકુલે મૌન તોડ્યુ છે. તેણે કહ્યુ છે કે, લગ્નની તારીખોને લઈને ચાલી રહેલી અફવાઓમાં કોઈ તથ્ય નથી. આ એક અફવા છે. હાલમાં મારૂ ફોક્સ ખાલી કરિયર પર છે. લગ્ન પર નહીં.

તાજેતરમાં રકુલ પ્રિત સિંહે આપેલા એક ઈન્ટરવ્યૂમાં પોતાના કરિયર અને લગ્નને લઈને વાત કરી હતી. તેણે કહ્યુ હતું કે, હું એ વાતને સાંભળવા માગુ છુ કે, જે હું પસંદ કરું છું. હું વસ્તુથી પ્રભાવિત નહીં થવાનું પસંદ કરુ છુ. મેં પર્સનલ લાઈફ વિશે શેર કર્યું કારણ કે, મને લાગ્યુ કે આ સારૂ લાગશે અને હું તેને શેર કરવા માગતી હતી. જો કે, આ દરમિયાન તેણે લગ્નને લઈને કઈ કહ્યુ નહોતું.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!