GSTV

ટાપુ પર થતી હતી સુશાંતની ‘ડ્રગ પાર્ટી’, રિયા જ નહીં આ 3 ફેમસ અભિનેત્રીઓ વિરુદ્ધ પણ NCBને મળ્યા છે પુરાવા

સુશાંત

સુશાંતસિંહ રાજપૂત સાથે સંકળાયેલા ડ્રગ્સ કાંડમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ મુંબઈમાં અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરી છે. તે સાથે એક ન્યુઝ ચેનલને સુશાંતસિંહ રાજપૂતના લોનાવાલા ફાર્મ હાઉસ હેંગઆઉટના વિશેષ ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ હાથ લાગ્યા છે જે એનસીબીને દરોડા દરમિયાન મળી આવ્યા હતા. સુશાંતે આ ફાર્મહાઉસ ભાડે લીધું હતું જેના માટે સુશાંત દર મહિને લગભગ 2.5 લાખ રૂપિયા ભાડુ આપતો હતો.

આ 3 અભિનેત્રીઓના નામ પણ આવ્યા સામે

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનો (એનસીબી) દાવો છે કે તપાસ દરમિયાન સારા અલી ખાન, સિમોન અને રકુલના નામ સામે આવ્યા છે. એનસીબીની નજર સુશાંતના ફાર્મ હાઉસ અને પવના ડેમ પર આવેલા ટાપુ ‘આપતી ગવંડે’ પર યોજાયેલી પાર્ટી પર છે. સુશાંત અહીં સમય પસાર કરતો અને મિત્રો સાથે પાર્ટી કરતો હતો.

એનસીબીએ ટાપુની મુલાકાત લીધી હતી અને તપાસ કરી હતી. તેમજ એક વ્યક્તિનું નિવેદન પણ નોંધાયું છે. એનસીબીનું કહેવું છે કે નિવેદન મુજબ રિયા ચક્રવર્તી સુશાંત સાથે ઘણી વખત આ ટાપુની મુલાકાત લીધી છે. સારા અલી ખાન 4-5 વખત સુશાંત સાથે આવી હતી. શ્રદ્ધા કપૂર પણ અહીં સુશાંત સાથે આવી હતી.

એનસીબીને મળ્યા આ મહત્વના પુરાવા

એનસીબીના સૂત્રો અનુસાર તેના આ ફાર્મહાઉસ પર સુશાંતસિંહની સાથે રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા, સિદ્ધાર્થ પિઠાણી સહિત તેના મિત્રો આવીને પાર્ટી કરતા હતા. આ સાથે બોલિવૂડના ઘણા મોટા નામ પણ આ ફાર્મ હાઉસમાં પાર્ટી કરતા હતા. એનસીબી રેડમાં કેટલાય હુક્કા, ડ્રગ્સ, એશ ટ્રે જેવી ઘણી વસ્તુઓ મળી આવી છે. એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમાંથી ઘણી પાર્ટીઓ તે સમયમાં થયેલી છે જયારે સુશાંતસિંહ રાજપૂત ડિપ્રેશન માટે સ્ટેરોઇડ્સ લઈ રહ્યો હતો.

સુશાંત

હવે આ કિસ્સામાં સૂર્યદીપ મલ્હોત્રાનું નામ ઝડપથી સામે આવી રહ્યું છે. જ્યારે એનસીબીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડ્રગ્સના કેસમાં છ વ્યક્તિને કોર્ટમાં રજુ કર્યા ત્યારે સૂર્યદીપે પોતાના પરના થયેલા આક્ષેપોને નકારી દીધા હતા. સૂર્યદીપ મોટાભાગે સુશાંતના જૂના મકાન મોન્ટ બ્લેન્ક અને કેપરી હાઈટ બિલ્ડિંગમાં જતો હતો. તે શૌવિક સાથે લગભગ તમામ સ્થળે હાજર રહેતો હતો.

Read Also

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!