અભિનેત્રી રકુલ પ્રિત સિંહ અમિતાભ બચ્ચન અને અજય દેવગણની સાથે થ્રિલર નાટક ‘મેડે’માં જોવા મળશે. આ ફિલ્મના નિર્માતા-નિર્દેશક અજય દેવગણ છે. અભિનેત્રી આ ફિલ્મમાં પાયલોટની ભૂમિકા નિભાવશે. અજય દેવગણ સાથેની તેની આ બીજી ફિલ્મ હશે. અગાઉ તેણે તેની સાથે ‘દે દે પ્યાર દે’ કામ કર્યું હતું. રકુલે કહ્યું, ‘મેં અગાઉ અજય સર સાથે કામ કર્યું છે અને હું ફરીથી તેમની સાથે કામ કરવા માટે રોમાંચિત છું. તે માત્ર મારા સહ-કલાકાર જ નહીં, પરંતુ નિર્દેશક પણ છે.’

મારૂ સ્વપ્ન મિસ્ટર અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું હતું
રકુલે કહ્યું, ‘જ્યારે મેં એક કલાકાર બનવાનું નક્કી કર્યું ત્યારે મારું સ્વપ્ન મિસ્ટર અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું હતું. હું અત્યંત ખુશ છું કે તેમની સાથે સ્ક્રીન શેર કરવાનું મારું સ્વપ્ન પૂર્ણ થશે.’ અમિતાભ બચ્ચન આજે પણ સુપરસ્ટારનો રૂતબો જાળવી રહ્યા છે. બોલિવૂડમાં એવી કોઈ એક્ટ્રેસ કે એક્ટર નથી જે આજે ય 78 વર્ષના અમિતાભ સાથે કામ કરવા માગતા ન હોય.

- 50 પૈસા વ્યાજે રૂપિયાની લાલચમાં સુરતીએ 8.42 લાખના દાગીના ગુમાવ્યા, 3 દિકરી, પત્ની અને ભત્રિજી દાગીના વિનાની થઈ ગઈ
- ‘સેટ પર તો બધા મને…’ બોલ્ડ સીન કરતી વખતે થાય છે કેવો અનુભવ, સની લિયોનીએ કર્યો મોટો ખુલાસો
- પુલવામાની ઘટના આતંકવાદી હુમલો નહોતો પણ ભાજપે ચૂંટણી જીતવા માટે CRPF ના 40 જવાનોનું લોહી રેડ્યું
- ફાયદાનો સોદો/ હવે કંઈ પણ ગિરવે મુકયા વિના મળી જશે 5 કરોડ રૂપિયા સુધીની લોન, જાણો કઈ બેન્ક કોને આપી રહી છે આ સુવિધાઓ
- રાજકોટ/ સીએમ રૂપાણીના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું