GSTV

ડ્રગ્સ કેસઃ NCBની ટીમ આજે આ બંને અભિનેત્રીઓની કરશે પૂછપરછ, નવા ખુલાસા ઉપર સૌની નજર

સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ કેટલાક મોટા બોલિવૂડ સ્ટાર્સ ઉપર એનસીબીના પ્રશ્નોનો વરસાદ થવાનો છે. રિયાની પૂછપરછ દરમયાન એક્ટ્રેસ રકુલપ્રિત સિંહ સહિત સારા અને શ્રદ્ધા કપુરનું નામ લીધું હતું. આજે એનસીબીએ રકુલપ્રિત સિંહ અને સિમોન ખંબાટાને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. બંનેને ડ્રગ્સ કનેક્શનને લઈને સવાલ કરવામાં આવશે. એનસીબીએ સવાલોનું લીસ્ટ તૈયાર કરી રાખ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે, રકુલ-સિમોનની પૂછપરછ દરમયાન ક્યાં નવા ખુલાસા થાય છે. આવનારા દિવસોમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપુર, સારા અળી ખાનની પણ એનસીબી પૂછપરછ કરશે.

આવતીકાલે દીપિકાની થશે પૂછપરછ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સિ કંટ્રોલ બ્યુરોએ હવે બોલીવુડની ટોચની 4 અભિનેત્રીઓને સમન્સ પાઠવતા સમગ્ર બોલિવુડમાં ખળભળાટ મચ્યો છે. આજે રકુલ પ્રિત સિંહ અને સિમોન ખંબાટાની એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી શકે છે. એનસીબીએ અભિનેત્રી દીપિકા પદુકોણને સમન્સ પાઠવ્યું છે. દીપિકા ઉપરાંત શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન તેમજ રકુલ પ્રીત સિંહને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત દિપીકાની મેનેજર કરિશ્માને પણ સમન્સ મોકલવામાં આવ્યું છે. એનસીબી દીપિકા પદુકોણની 25 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરશે.

Related posts

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana

પ્લેટફોર્મ ટિકિટનો રેટ ડબલ કરીને રેવન્યૂ વધારવાની તૈયારી રેલવે વિભાગ, 121 સ્ટેશનો પર નવેમ્બરમાં લાગુ થઈ શકે છે નિયમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!