GSTV

આ રક્ષાબંધન પર ભાઈને ‘કોકોનટ રોલ’ ખવડાવી મોઢુ મીઠું કરો…

રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધવા માટે તમે બધી તૈયારી કરી લીધી છે, પરંતુ ચાંદલો કર્યા બાદ ભાઈને શું ખવડાવવું જોઈએ તે વિચાર્યુ છે કે, હજુ પણ તમે અસંમજસમાં છો. દર વર્ષે તમે રક્ષાબંધન પર કોઈ પારંપરિક મીઠાઈ જ ભાઈને ખવડાવતા હશો, પરંતુ કોરોનાને કારણે આ વખતે બહારનુ કંઈપણ બનેલુ ખાવુ થોડુ રિસ્કી થઈ જાય છે. એવામાં તમે કુકિંગમા એક્સપર્ટ્સન નથી તો પણ કોકોનટ રોલ મિઠાઈ ખૂબ જ સરળતાથી કેટલાક સમયમાં બનાવી શકો છો.

જરૂરી સામગ્રી

  • સુકા નાળિયેરનો પાવડર- 1 કપ
  • મિલ્ક પાઉડર- 1/2 કપ
  • આવશ્યકતા પ્રમાણે ઉકાળીને ઠંડુ કરેલ દુધ
  • દળેલી ખાંડ- 1-2 કપ
  • એલચી પાઉડર- 1/3 ચમચી
  • લાલ રંગ- 1 ચપટી

બનાવવાની રીત

  • કોકોનેટ રોલ બનાવવા માટે સૌ પ્રથમ નારિયેલના પાઉડરમાં મિલ્ક પાઉડર, દળેલી ખાંડ, એલચી પાઉડર નાખી સારી રીતે મિક્સ કરો.
  • હવે આ મિશ્રણને બરાબર ભાગમાં વહેંચી લો અને એક ભાગમાં ખાવાનો લાલ રંગ અને જરૂરિયાત પ્રમાણે થોડુ દૂધ નાખી સારી રીતે મિક્સ કરો અને ડ તૈયાર કરી લો. હવે આ ડોને મસળી ચિકણુ કરી લો.
  • હવે એક કેરી બેગમા તેના પર ડોના લુઆને ગોળ કરી રાખો અને થોડુ ચપટુ કરી તેના ઉપર લાલ રંગી લુઓ રાખી તેના પર કેરી બેગ રાખી વણી લો.
  • હવે થોડા વણેલા રોલને પેપરની જેમ રોલ કરો.
  • હવે આ રોલને ફ્રીઝમાં 2 કલાક સુધી સેટ થવા માટે રાખી દો.
  • ફ્રીઝમાંથી કાઢી 1 ઈંચ ગોળાઈમાં કાપી લો.
  • તો લો રક્ષાબંધન પર ભાઈને ખવડાવવા માટે તમારી કોકોનેટ રોલ મિઠાઈ તૈયાર છે.

READ ALSO

Related posts

ક્રૂડ તેલના ભાવ પાણીની લીટરની બોટલ કરતાં પણ સસ્તા છતાં આ કારણે ભારત સરકાર લૂંટી રહી છે પેટ્રોલ-ડીઝલના આટલા ઉંચા ભાવ

Dilip Patel

અશ્વિન અંગે પ્રેક્ટિસ બાદ જ નિર્ણય લેવાશે, દિલ્હી કેપિટલ્સના કોચ કૈફનો ખુલાસો

Karan

બ્રિટન મોટું જોખમ ખેડવા તૈયાર, નાગરિકોને સામે ચાલીને કોરોનાનો ચેપ લગાવીને કરશે સંશોધન

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!