GSTV

આજે રક્ષાબંધન : જાણો શું છે શુભ યોગ મુહૂર્ત, ક્યાં સુધી રહેશે ઉત્તમ સમય

શ્રાવણ મહિનાની પૂર્ણિમા તીથી ઉપર એટલે કે 3 ઓગષ્ટને સોમવારે રક્ષાબંધનનો તહેવાર છે.. રક્ષાબંધનમાં ભાઈ અને બહેન વચ્ચે સ્નેહનો તહેવાર છે. જેમાં બહેન તેના ભાઈના કાંડા ઉપર રક્ષાસુત્ર બાંધે છે. આ વખતે રક્ષાબંધન ઉપર ભદ્રાનો ઓછાયો વધારે વખત નહીં રહે. 3 ઓગષ્ટે સવારે 9.29 વાગ્યા સુધી ભદ્રા રહેશે. ભદ્રાની સમાપ્તી બાદ આખા દિવસમાં રાખડી બાંધી શકો છો. તો 3 ઓગષ્ટના નક્ષત્રની જો વાત કરવામાં આવે તો સવારે 7.30 મિનીટ પછી શ્રાવણ નક્ષત્ર લાગશે.

રક્ષાબંધન યોગ

જો રક્ષાબંધન ઉપર બનનારા યોગની વાત કરીએ તો આ દિવસે ગુરૂ પોતાની રાશી ધન અને શનિ મકરમાં વક્રીની ચાલમાં રહેશે. તો ચંદ્રમાં અઢી દિવસે પોતાની રાશી બદલે છે. રક્ષાબંધન ઉપર ચંદ્રમાં શનિની સાથે મકર રાશીમાં રહેશે.

રક્ષાબંધન પૂજન વિધિ

સૌથી પહેલા રક્ષાબંધનના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો. પછી ઘરમાં મંદિરમાં ભગવાનની પૂજા અને આરતી કરો. પૂજા બાદ રક્ષાબંધનની થાળી તૈયાર કરો. જેમાં રાખડી, ચંદન, ચોખા, મિઠાઈ, દીવડો અને ફૂલ રાખો. થાળીને સજાવ્યા બાદ પોતાના ઈષ્ટદેવને રાખડી બાંધો. બાદમાં તમામ ભગવાનની આરતી અને ભોગ લગાવીને આરતી કરો. બાદમાં ભાઈઓને પૂર્વ દિશા તરફ મોં રાખીને બેસાડી જમણા હાથના કાંડા ઉપર રક્ષાસુત્ર બાંધીને આરતી કરો. અંતમાં મીઠાઈ ખવડાવો.

રાહુકાળમાં ન બાંધો રાખડી

જ્યોતિષશાસ્ત્રના અનુસાર રાહુકાળમાં કોઈ પણ પ્રકારનું શુભકાર્ય કરવું જોઈએ નહીં. તેવામાં રક્ષાબંધનના દિવસે રાહુકાળ ઉપર વિશેષ સાવધાની રાખો. રાહુકાળ સવારે 7.30થી 9 વાગ્યા સુધી છે.

રાખડી બાંધવાનું મુહૂર્તં

9.30થી 21.11 સુધી

Related posts

હે રામ ! દહન થાય તે પહેલા જ કોઈ કરી ગયુ રાવણનું અપહરણ, પૂતળૂ ઉઠાવી ગઈ પબ્લિક

Pravin Makwana

માત્ર છોકરાઓ નહી છોકરીઓ પણ કરે છે ફ્લર્ટ, આ સંકેતથી તમને મળશે જવાબ!

Ankita Trada

અરવલ્લી : પેટ્રોલ પંપના સંચાલક પર અસામાજિક તત્વોએ કર્યો હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!