GSTV

રક્ષાબંધન: ભૂલથી પણ આવી રાખડી ન બાંધતા ભાઈને, નહીં તો મુસિબતનો પહાડ આવી પડશે

3 ઓગસ્ટના રોજ શ્રાવણ માસના અંતિમ સોમવાર પણ છે, આજ દિવસે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર પણ ઉજવવામાં આવશે. રક્ષાબંધન પર આ વખતે ખાસ યોગ બની રહ્યો છે. આ દિવસે બહેનો પોતાના ભાઈઓને હાથમાં રાખડીઓ બાંધે છે. તથા તેની લાંબી ઉંમર માટે કામના કરે છે. પણ ક્યાંક એવુ ન બને કે, તેનાથી પોતાના ભાઈ પર મુસીબતો આવે. એટલા માટે આજે અમે આપને અહીં જણાવવા માગીએ છીએ કે, એવી કઈ રાખડી છે, જે ભાઈના હાથમાં ન બાંધવી જોઈએ.

ખંડીત રાખડીઓ


ખંડીત રાખડીઓને ભાઈના હાથમાં ન બાંધવી જોઈએ. ક્યારેક બજારમાંથી લાવતી વખતે રાખડીઓ તૂટી જતી હોય છે. ત્યારે આપણે તેને જોડીને ફરી પાછા બાંધી લેતા હોય છે. જો કે, આ રાખડીઓને ઉપયોગ કરવો જોઈએ નહીં.

અશુભ ચિન્હ વાળી રાખડીઓ


આપણે ફેશન અને ટ્રેંડને જોતા બજારમાંથી રાખડીઓ ખરીદી લેતા હોય છે. જો કે, આપણે એ વાતને યાદ નથી રાખતા હિન્દુ ધર્મમાં અનેક એવા ચિન્હ છે, જેને અશુભ માનવામાં આવે છે. જેનો ઉપયોગ કરવાથી જીવનમાં અશુભ પ્રસંગો બનતા હોય છે.

કાળા રંગથી રહો દૂર


સનાતન ધર્મમાં કાળા રંગને અશુભ માનવામાં આવે છે. એટલા માટે રક્ષાબંધન પર તમે તમારા ભાઈના હાથમાં કાળા રંગની રાખડી ક્યારેય ન બાંધો. શાસ્ત્રો અનુસાર કાળા રંગનો સંબંધ શનિ દેવ સાથે હોય છે. શનિ દેવ દરેક કામમાં વિલંબ માટે ઓળખાય છે.

પ્લાસ્ટિકની રાખડીઓ


ભાઈના કાંડા પર પ્લાસ્ટિકની રાખડી ક્યારેય ન બાંધો. આવુ એટલા માટે કે, પ્લાસ્ટિક અશુદ્ધ માનવામાં આવે છે. જે જાનવરોની ચરબી અથવા હાડકામાંથી પણ બનતા હોય છે. તથા પ્લાસ્ટિકને કેતૂ પદાર્થ પણ માનવામાં આવે છે. એટલા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!