GSTV
Bollywood Entertainment Trending

Raksha Bandhan Trailer: 4 બહેનોના ભવિષ્ય માટે પોતાના પ્રેમને દાંવ પર લગાવશે અક્ષય કુમાર? હ્રદયને સ્પર્શી જશે આ કહાની

અક્ષય

અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં અક્ષયની સાથે ભૂમિ પેડનેકર મુખ્ય ભુમિકામાં છે. બંનને આ પહેલા ‘ટોયલેટ: એક પ્રેમ કથા’માં જોવા મળ્યા હતા. ટ્રેલરમાં અક્ષય અને ભૂમિની જોડી ફરી એકવાર ધુમ મચાવતી જોવા મળી છે. ‘રક્ષાબંધન’ની કહાણી અક્ષય અને 4 બહેનોના આધારીત છે અને જેના લગ્નની તમામ જવાબદારી અક્ષયની છે. આ દરમિયાન ક્યારેક હાસ્યની સ્થિતિ આવે છે તો ક્યારેક ભાવનાત્મક ક્ષણ પણ આવે છે.

અક્ષય

અક્ષય કુમારની આ ફિલ્મમાં ભાઈ-બહેનના પ્રેમને મહત્વ આપવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં અક્ષય પોતાની 4 બહેનોને ખૂબ પ્રેમ અને ખુશ રાખતો જોવા મળે છે.

ફિલ્મમાં અક્ષયનું એક માત્ર સપનું છે કે, તે તેની 4 બહેનોના લગ્ન કરાવીને પોતાની માતાનું સ્વપ્ન પૂર્ણ કરે. જોકે ટ્રેલરમાં ભૂમિ પેડનેકર અને અક્ષય કુમારની ખૂબસુંદર કેમિસ્ટ્રી પણ જોવા મળે છે.

અક્ષય

અક્ષય તેની 4 બહેનોના લગ્ન કરાવીને પોતાનો ઘર-સંસાર શરૂ કરવા માંગે છે પરંતુ એકલો બહેનોના લગ્ન કરાવી શકતો નથી. લગ્ન ન થવાનું સૌથી મોટું કારણ દહેજ પ્રથા બતાવવામાં આવ્યું છે. સાથે જ આ ફિલ્મમાં એક દિકરીના પિતા અને ભાઈને દહેજ માટે જે સંઘર્ષ કરવો પડે છે તે દર્શાવવામાં આવ્યું છે.રક્ષા બંધનનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું છે. તેને હિમાંશુ શર્મા અને કનિકા ઢિલ્લોને લખી છે. રક્ષાબંધન 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Read Also

Related posts

મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું

Zainul Ansari

પુત્ર આકાશ પછી પુત્રી ઈશાને આ બિઝનેસ સોંપી શકે છે મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને બનાવ્યો ખાસ પ્લાન

Zainul Ansari

નૂડલ્સ તો ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરો કોકોનટ સૂપ નૂડલ્સ-સ્વાદમાં આવશે પોઝિટીવ બદલાવ

Hemal Vegda
GSTV