GSTV
Home » News » આ રક્ષાબંધને બહેનને આપો આ 5 ગિફ્ટ, ભવિષ્યની નહી રહે કોઇ ચિંતા

આ રક્ષાબંધને બહેનને આપો આ 5 ગિફ્ટ, ભવિષ્યની નહી રહે કોઇ ચિંતા

ભારતમાં રક્ષાબંધનનાં તહેવારનું અનેરૂ મહત્વ છે. આ દિવસે બહેન પોતાના ભાઇને રાખડી બાંધે છે અને ભાઇ તેના બદલે બહેનને ચોકલેટ, કપડા કે સ્માર્ટફોન જેવી ગિફ્ટ આપે છે. આ ગિફ્ટ બહેનના ચહેરા પર ખુશી જરૂર લાવે છે. પરંતુ આ સ્મિતને આજીવન યથાવત રાખવા માટે એક ભાઇએ ફાઇનાન્શિયલ સિક્યોરિટી સાથે સંબંધિત ગિફ્ટ્સ આપવા જોઇએ. અમે તમને આવી જ 4 ગિફ્ટ વિશે જણાવી રહ્યાં છીએ જેના દ્વારા તમે તમારી બહેનના ભવિષ્યને સિક્યોર કરી શકો છો.

SIP

બહેનના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે તમે કઇ મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ખોલી શકો છો. એસઆઇપીમાં રોકાણ એક અચ્છો વિકલ્પ છે. એસઆઇપીમાં નાની માત્રામાં એક નિશ્વિત રકમ ત્રિમાસિક કે માસિક આધાર પર રોકવાની સુવિધા મળે છે. આ સાથે જ ભવિષ્યમાં રોકાણ વધારી શકાય છે. આ રોકાણથી બહેનના ભવિષ્યના એક મોટા ગોલને પૂરો કરી શકાય છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ

તમે તમારી બહેનને એક હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી પણ ગિફ્ટ કરી શકો છો. આ પોલીસી બહેનના સ્વાસ્થ્ય સાથે સંબંધિત તમામ સંકટને દૂર કરવામાં મદદ કરશે.

ગોલ્ડ

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત તમે તમારી બહેન માટે ગોલ્ડ ખરીદી શકો છો. આ સ્કીમમાં સોનુ ખરીદીને ઘરમાં રાખવામાં નથી આવતું પરંતુ બોન્ડમાં રોકાણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. બોન્ડ આધારિત સોનાની કિંમત રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા તરફથી નક્કી થાય છે. એક વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 500 ગ્રામ સોનાના બોન્ડ ખરીદી શકે છે.

ફિક્સડ ડિપોઝીટ

sbi kyc by sms

રક્ષાબંધન પર તમે તમારી બહેન માટે એક નિશ્વિત રકમ ફિક્સ્ડ ડિપોઝીટ કરી શકો છો. વર્તમાનમાં એફડી પર 6.5થી 7 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે. તેનાથી ભવિષ્યમાં તમારી બહેનની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ મળશે.

સ્ટોક

શેર માર્કેટના જાણકારો પાસેથી સલાહ લીધાં બાદ તમે તમારી બહેનને ગિફ્ટમાં સ્ટોક ખરીદીને આપી શકો છો. સ્ટોક માર્કેટમાં તમે નાની રકમથી પણ ખરીદી કરી શકો છો. શેર માર્કેટના ઇતિહાસમાં એવા અનેક સ્ટોક્સ છે જ્યાં 500 કે 100 રૂપિયા જેવી નાની કિંમતે ખરીદવામાં આવેલા સ્ટોક્સ 10 વર્ષ બાદ લાખો સુધી પહોંચી ગયાં છે.

Read Also

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!