GSTV

ભાઇને હટકે રાખડી બાંધવી છે? માર્કેટમાં ધૂમ મચાવી રહી છે ફૂડ રાખી, આ ડિઝાઇન્સ છે ‘ઇન ટ્રેન્ડ’

રાખડી

Last Updated on July 31, 2020 by pratik shah

સુરતીઓ એટલે ખાણી પીણીના શોખીન સુરતીઓના ખાણી પીણીનો ટેસ્ટ હવે ભાઈ બહેનના પ્રેમના પ્રતિક એવી રાખડી પણ પણ ઉતરી રહ્યો છે. આ વર્ષે સુરતમા નાનાકડાં બાળ ગ્રાહકોને ખુશ કરવા મોટ સુરતના રાખડી બજારમાં ફુડ રાખીની એન્ટ્રી થઈ છે.સુરતમાં આમ તો ઘરાકી ઘણી જ ઓછી છે પરંતુ જે ગ્રાહક આવે છે તે બાળકો માટેની ફુડ રાખડીની ડિમાન્ડ કરી રહ્યાં છે. બાળકોને ભાવતાં ફુડની નાનકડી કૃતિ રાખડી પર બનાવી હોવાથી આ રાખડીનું વેચાણ થાય તેવું વેપારીઓ માની રહ્યાં છે.

રક્ષા બંધનના આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવા છતાં સુરતના રાખડી બજારમાં હજી ઘરાકી જોવા મળતી નથી. રાખડી બજારના વેપારીઓ આ વર્ષે કોરોનાના કારણે માંડ વીસ ટકા રાખડીનો વેપાર થયો છે તેવું કહી રહ્યાં છે. રાખડી બજારમાં હવે નાનકડા ગ્રાહકોને આકર્ષવા માટે વેપારીઓએ સુરતી લોકોની હેબિટ એવા વિવિધ ફુડને રાખડીના મોલ્ડ કરીને બનાવ્યા છે.

રાખડીનં વેચાણ કરતાં ભાવિકા ઠક્કરે જણાવ્યું હતું, હાલમાં વેપાર ઓછો છે તેથી ગ્રાહકોને આકર્ષવા માટે દર વર્ષે કંઈ નવી વસ્તુ રાખવી પડે છે. આ વર્ષે સુરતના બજારમાં નાનકડાં બાળકોને પહેલી નજરે જ ગમી જાય તેવી ફુડ રાખીનું વેચાણ શરૃ કરવામાં આવ્યું છે.

આમ તો ખાસ સામાન્ય લાગતી રાખડી બનાવવામાં ઘણી મહેનત છે. રાખડી બનાવવા માટે લાખનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાખને મોલ્ડ કરીને ખાણી પીણીના જુદા જુદા શેપ આપીને રાખડી પર મુકવામાં આવે છે. ધ્યાનથી જોવામાં આવે તો આબેહુબ ફુડ ડીશ જેવા જ જોવા મળે છે.

રાખડીનું વેચાણ કરતાં મહેશભાઈ કહે છે, હાલ બજારમાં ઘરાકી નથી આમ તો નવો માલ ઘણાં ઓછા વેપારીએ ભર્યો છે. પરંતુ ઘરાકી જ ન હોવાથી ગ્રાહકોને આકર્ષવા માટે રાખડી બજારમાં ફુડ રાખીનું વેચાણ કરી રહ્યાં છે.

રાખડી ખરીદવા આવેલા રેખાબેન કહે છે, બાળકોને પાણી પુરી કે પીઝા કે પાંઉ વડાં જે ફુડ ફેવરિટ હોય તે ફુડની રાખડી પસંદ કરવામાં આવી રહી છે. પહેલી વાર આવી રાખડી જોવા મળી રહી હોવાથી બાળકોને પણ કુતુહલ થઈ રહ્યું છે અને આવી રાખડી પસંદ કરી રહ્યાં છે.

આ પ્રકારની ફુડ રાખડી જોવા મળી

મોટા ભાગના બાળકોને પીઝા, પાણી પુરી, ફ્રેન્ચ ફ્રાઈસ, વડાં પાઉ ફેવરીટ હોય છે તેથી આવા પ્રકારની રાખડી વધુ માત્રામાં જોવા મળી રહી છે. આ ઉપરાંત ઢોસા, ઈડલી, સેન્ડવીચ, ડોનટ, પેસ્ટ્રી, મીઠાઈ, રાખીડીશ, ચોકલેટ, બર્ગર, ફ્રેન્ડી જેવી રાખડીના મોલ્ડ બનાવીને તેની રાખડી સુરતના બજારમાં જોવા મળી રહી છે.

Read Also

Related posts

ધર્મ / ખૂબ જ ખાસ છે આ વર્ષનું કરવા ચોથ: સૂર્યદેવની પણ રહેશે વિશેષ કૃપા, નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત

Zainul Ansari

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari

પેટ્રોલ અને ડીઝલની નહીં રહે કોઈ ‘કિંમત’, 2030 સુધીમાં ‘પાણી’ પર ચાલશે બસ-ટ્રક!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!