GSTV
Home » News » Rakshabandhan 2019: આ વર્ષે ભદ્રામુક્ત રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

Rakshabandhan 2019: આ વર્ષે ભદ્રામુક્ત રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

આ વર્ષે ભાઇ-બહેનનો આ તહેવાર એટલે કે રક્ષાબંધન 15 ઓગસ્ટ, ગુરુવારે એટલે કે આજે ઉજવવામાં આવી રહ્યો છે. રક્ષાબંધન પ્રેમનો એવો તહેવાર છે જેની દરેક ભાઇ-બહેન આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ દિવસે બહેન પોતાના ભાઇના હાથ પર રક્ષાસૂત્ર બાંધીને તેની લાંબી ઉંમરની કામના ઇશ્વરને કરે છે. સાથે જ ભાઇ આજીવન પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. ખાસ વાત એ છે કે આ વખતે રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે ઘણું લાંબુ મુહુર્ત છે. ચાલો જાણીએ આ દિવસે પૂજા કરવાનું શું છે શુભ મુહુર્ત.

રક્ષાબંધન પંચાંગ-

રક્ષાબંધન 2019: 15 ઑગસ્ટ

રક્ષા બંધન અનુષ્ઠાનનો સમય – 05:49 થી 17:58

બપોર પછીનું મુહુર્ત – 13:43 થી 16:20

પૂર્ણિમા તિથિ પ્રારંભ – 15:45 (14 ઑગસ્ટ)

પૂર્ણિમા તિથિ સમાપ્ત -17: 58 (15 ઑગસ્ટ)

ભદ્રા સમાપ્ત : સૂર્યોદય પહેલાં

રક્ષાબંધનનું શુભ મુહુર્ત

આ વખતે લાંબા સમય બાદ શ્રાવણ મહિનામાં 15 ઓગસ્ટના દિવસે ચંદ્ર પ્રધાન શ્રાવણ નક્ષત્રમાં સ્વતંત્રતા દિવસ અને રક્ષા બંધનનો સંયોગ એક સાથે છે. રક્ષા બંધન પર આ વખતે રાખડી બાંધવાનું મુહુર્ત ઘણું લાંબુ છે. આ વખતે રાખડી બાંધવાનું મુહુર્ત સવારે 5 વાગીને 49 મિનિટથી શરૂ થઇને સાંજે 6 વાગીન 1 મિનિટ સુધી રહેશે. આ મુહુર્ત આશરે 12 કલાક સુધી રહેશે.

રક્ષાબંધનનો ઇતિહાસ

ધાર્મિક માન્યતાઓ અનુસાર રાજા શિશુપાલનો વધ કરતી વખતે ભગવાન કૃષ્ણના ડાબા હાથની આંગળીમાંથી લોહી વહી રહ્યું હતુ. જેને જોઇને દુખી દ્રોપદીએ પોતાની સાડીનો ટુકડો ફાડીને કૃષ્ણની આંગળી પર બાંધ્યો હતો. માનવામાં આવે છે કે ત્યારથી શ્રી કૃષ્ણ દ્રોપદીને પોતાની બહેન માને છે.

વર્ષો બાદ જ્યારે પાંડવ દ્રોપદીને જુગારમાં હારી ગયાં હતાં ત્યારે ભરી સભામાં દ્રોપદીનું ચીરહરણ કરવામાં આવી રહ્યું હતુ. તે સમયે ભગવાન કૃષ્ણએ એક ભાઇનો ધર્મ નિભાવતાં બહેન દ્રોપદીની લાજ બચાવી હતી. કહેવામાં આવે છે ત્યારથી રક્ષાબંધનના તહેવારની શરૂઆત થઇ.

Read Also

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!