GSTV
Home » News » Rakhi Special:રીલ લાઈફના કૂલ ભાઈ-બહેનની જોડી, જે રહી છે હિટ

Rakhi Special:રીલ લાઈફના કૂલ ભાઈ-બહેનની જોડી, જે રહી છે હિટ

એક રેશમના દોરામાં બંધાયેલો છે ભાઈ-બહેનનો પ્રેમ…અત્યારની ફિલ્મો પર નજર કરીએ તો ધાગા વગર જ ભાઈ-બહેનનો તહેવાર સ્ક્રીન પર દેખાય છે. હવે જરૂરી નથી કે ફિલ્મમાં બહેન-ભાઈના કાંડા પર રાખડી બાંધે, હવે તે સાથે ફરે અને મસ્તી કરે છે. આપણી હિન્દી ફિલ્મોમાં પણ ભાઈ-બહેન મોડર્ન થતાં સંબંધને પણ પડદા પર કંડારે છે.
હરે રામા હરે કૃષ્ણાએ બદલ્યો વિચાર
આ ફિલ્મ બોલિવૂડની પહેલી ફિલ્મ કહેવાય છે, જેમાં બહેનને સૂટ-સાડીના પારંપરિક કપડાંથી અલગ બતાવવામાં આવી છે. જિન્નતે આ ફિલ્મમાં હિપ્પિયો વાળા કપડાં પહેર્યા છે. તેના ભાઈનો રોલ દેવ આનંદે નિભાવ્યો હતો.

જોશ ફિલ્મના તે કૂલ ભાઈ-બહેન
શાહરૂખ ખાન અને એશ્વર્યા રાય બચ્ચનની આ ફિલ્મમાં યુવાનોને બતાવ્યું છે કે ભાઈ-બહેનનો સંબંધ કેટલો કુલ હોય છે. શાહરૂખ અને એશ્વર્યાની શરારતો અને એકબીજા માટે પ્રેમથી બધાનું દિલ જીતી લીધું. આ સંબંધમાં બેપરવાદ પણ થઈ શકાય છે, આ ફિલ્મમાં શીખવ્યું છે.

દિલ ધડકને દોમાં પણ શેર કર્યું સીક્રેટ્સ
રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરાની આ ફિલ્મ ભાઈ-બહેનના સંબંધ પર ઝીણવટથી વાત કરી છે. ફિલ્મમાં બતાવ્યું છે કે જે વાત તમે મા-બાપ સામે કહેવામાં ખચકાટ અનુભવો છો, તે તમે ભાઈ-બહેનને કહી શકો છો.

જાને તુ…યા જાને નામાં બતાવી મજબૂતી
આમ તો ફિલ્મમાં લવસ્ટોરી હતી પરંતુ ભાઈ-બહેનના મોડર્ન સંબંધ પર પણ એક નજર કરી છે. જેનેલિયા ડિસૂઝા અમે પ્રતીક બબ્બર ઘણો સરળ અંદાજ બતાવ્યો છે. ક્યારેક ક્યારેક અમુક લોકોના આવવાથી આપણે તે સંબંધને ભૂલી જઈએ છીએ, પરંતુ આજ એક સંબંધ છે જે બધાને પાછળ મૂકીને મજબૂત રીતે ઊભો રહે છે.

બમ બમ બોલેમાં અનોખો સંબંધ
આ ભાઈ-બહેનના સંબંધ પર બનેલી સૌથી બેસ્ટ ફિલ્મ કહી શકાય છે. આપણે હંમેશાં ભાઈ-બહેન માટે મા-બાપની વાતો છુપાવતા હોઈએ છીએ જેથી આપણને કોઈ બોલે નહીં. એવું જ કંઈક સાફારી અને જિયા વસ્તાનીએ પણ કર્યું હતું.

Read Also

Related posts

‘પીએમ મોદી અને અમિત શાહે અશક્યને શક્ય કરી બતાવ્યું’ જાણો અરુણ જેટલીએ અંતિમ બ્લૉગમાં શું લખ્યું હતું

Bansari

હવે નવી મુશ્કેલીમાં ફસાયા રામપુર સાંસદ આઝમ ખાન, 2 હજારથી વધારે ઝાડ કાપવાનો લાગ્યો આરોપ

Mansi Patel

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!