GSTV
Home » News » ‘હું હવે શારીરિક સંબંધ નથી બનાવતી, મારું શરીર મંદિર છે ‘રાખી સાવંતનો બફાટ

‘હું હવે શારીરિક સંબંધ નથી બનાવતી, મારું શરીર મંદિર છે ‘રાખી સાવંતનો બફાટ

કોઇનાપર કમેન્ટ કરવી હોય કે પોતાની પોલીટીકલ પાર્ટી ઉભી કરવી હોય રાખી સાવંતને લાઇમલાઇટમાં કેવી રીતે રહેવું તે સારી રીતે આવડે છે. રાખી સાવંત હાલ તનુશ્રી દત્તા પરવાક્પ્રહાર કરી રહી છે. રાખીએ તનુશ્રી દત્તા પર માનહાનીનો કેસ કર્યા બાદ તેના પરરેપ જેવા ગંભીર આરોપ પણ લગાવ્યાં છે. રાખીએ તે પણ ખુલાસો કર્યો કે આખરે તનુશ્રીએપોતાનું માથે મુંડન શા માટે કરાવ્યું હતું.

હવે રાખીએ પોતાને ભગવન સ્વરૂપ ગણાવી છે. રાખીના આ વીડિયો બોલીવુડમાં હોબાળો મચાવ્યો છે. રાખીએ કહ્યું કે, હું હવે બદલાઇ ચુકી છઉં. હું ભગવાનમાં લીન થઇ ગઇ છુંય રાખીએ કહ્યું કે, તનુશ્રીએ મારા પ્રેમમાં મુંડન કરાવ્યું હતું અને આશ્રમમાં જઇને બેસી ગઇ હતી કારણ કે મિકાએ મને કિસ કરી હતી.

 રાખીએ કહ્યું કે, તનુશ્રીને તે પસંદ આવ્યું ન હતું કે મિકાએ મને કિસ કરી. તેણે કહ્યું હતું કે, ફક્ત હું જ તને કિસ કરી શકું છુ. પરંતુ હવે હું પર્ભુમાં લીન થઇ ગઇ છું. હવે હું શારીરિક સંબંધ નથી બનાવતી. હવે હું સીધા લગ્ન જ કરીશ. હવે મારુ શરીર મંદિર સમાન છે.

ઉલ્લેખનીય છે કે બોલીવુડ અભિનેતા નાના પાટેકર અને તનુશ્રી દત્તા વચ્ચે શરૂ થયેલા 10 વર્ષ જુના વિવાદમાં રાખી સાવંત પણ વચ્ચે કૂદી પડી છે. પહેલા તો રાખીએ તનુશ્રીને ઘણું ખરું-ખોટું કહ્યું અને આરોપ લગાવ્યો છે કે તે સંપૂર્ણ રીતે જૂઠ બોલી રહી છે. રાખીએ કહ્યું કે તનુશ્રી બોલીવુડને બદનામ કરવાના પ્રયત્ન કરી રહી છે. બંને વચ્ચેની આ લડાઈ માનહાનિનાં કેસ સુધી પહોંચી ગઈ છે. હવે રાખી સાવંતે તનુશ્રી પર એકવાર ફરી આરોપ લગાવ્યા છે.

રાખી સાવંતે કહ્યું કે, “તનુશ્રી અંદરથી છોકરો છે. તેણે મારી સાથે વારંવાર રેપ કર્યો. મને આ કહેતા ઘણી જ શરમ આવી રહી છે અને દુ:ખ થઈ રહ્યું છે કે આજથી 12 વર્ષ પહેલા મારી સાથે રેપ થયો હતો. એક છોકરી તરીકે મારે આવુ ના કહેવું જોઇએ.”

રાખી સાવંતે વધુમાં કહ્યું, “મારી આંખોમાં આસૂ છે. મારુ હ્રદય ભાંગી ચુક્યું હતુ. મને અંદરથી તકલીફ થઈ રહી છે, આજ સુધી જીભ નથી ખોલી. મને નામ લેતા ડર લાગી રહ્યો છે કારણ કે વારંવાર ધમકીઓ મળી રહી છે. મારવાની ધમકીઓ આપવામાં આવે છે. ગેંગરેપની ધમકીઓ મળી રહી છે. પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી ચુકી છું. ઘણું #MeToo #MeToo થઈ રહ્યું છે, હવે હું ઇચ્છું કે #SheToo થાય. મારો રેપ વારંવાર તનુશ્રી દત્તાએ કર્યો છે. હવે તમે કહેશો કે આવું કઈ રીતે? કલમ 377 લાગુ કરવામાં આવી છે. તમને શું લાગે છે તનુશ્રી દત્તાએ કેમ મુંડન કરાવ્યું? તે એક છોકરી નહીં, પરંતુ છોકરો છે. અંદરથી તે છોકરો છે. તનુશ્રી આજથી 12 વર્ષ પહેલા મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. તે મને રેવ પાર્ટીઓમાં લઇને જતી હતી.”

રાખીએ વધુમાં જણાવ્યું કે, તનુશ્રી 12 વર્ષ પહેલાં મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. હું નાદાન હતી. તમામ વાતોથી અજાણ હતી. પરંતુ આજે હું મારી આપવીતી જણાવી રહી છું. ફક્ત પુરુષો જ રેપ નથી કરતા. એક મહિલા પણ રેપ કરી શકે છે. આ સંભળીને લોકો હસી રહ્યાં હશે પરંતુ આ હકીકત છે. તનુશ્રીએ વારંવાર મારો રેપ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે બોલીવુડના સિનિયર એક્ટર નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવીને તનુશ્રી દત્તા ચર્ચામાં આવી ગઇ. એક તરફ નાના પાટેકરએ આ ઓરપોને ખોટા જણાવ્યા ત્યારે સેલિબ્રિટીના એક જૂથ હતું જે તનુશ્રીની સાથે હતું. ટ્વિંકલ ખન્ના, ઋચા ચડ્ડા, સ્વરા ભાસ્કર, ફરહાન અખ્તર જેવા ઘણા નામોનું લાંબુ લિસ્ટ છે જેમને આ મામલાને ગંભીરતાથી લીધો. પરંતુ રાખી સાવંત આ મામલામાં તનુશ્રી ઉપર આંગળી ઊઠાવવા મામલે ચર્ચામાં રહી છે.

Related posts

સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Kaushik Bavishi

કોંગ્રેસ નેતા વિકાસ ચૌધરીની હત્યાનો માસ્ટર માઈંડ દુબઈમાં એરેસ્ટ

Kaushik Bavishi

આ ગામડાનો યુવાન ભારતનો છે ઉસૈન બોલ્ટ, માત્ર 11 સેકન્ડમાં 100 મીટરની દોડ કરી પૂર્ણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!