GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

રાખી સાવંતે ઉડાવી અનુપ જલોટાની ખિલ્લી, કહ્યું-એક પગ કબરમાં છે અને….

ટેલિવિઝનના સૌથી વિવાદાસ્પદ રિયાલીટી શૉ બિગબૉસની 12મા સીઝનની ધમાકેદાર શરૂઆત થઇ ચુકી છે. આ વખતે નવા અંદાજમાં જોવા મળતાં આ શૉમાં સૌથી વધુ જો કોઇની ચર્ચા થઇ હોય તો તે છે ભજન સમ્રાટ અનુપ જલોટાની. ચર્ચાનો વિષય પણ ખાસ છે. એક તો અનુપ જલોટા જે પ્રકારના શાંત-ગંભીર વ્યક્તિ માનવામાં આવે છે, તેમનું બિગબોસના ઘરમાં જવું જ પોતાનામાં એક આશ્વર્યની વાત છે. પણ આ બધા વચ્ચે અનુપ જટોલા અને તેની ગર્લફ્રેન્ડ પર લોકો એવી ટીખળ કરી રહ્યા છે. તેવામાં કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંતે સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કરીને અનુપ અને જસલીનના રિલેશનશીપને લઇને કંઇક એવું કહ્યું જે કદાચ અનુપ અને જસલીનને પસંદ નહી આવે.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant Official (@rakhisawant2511) on

રાખીએ પોદતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે વિડિયો શેર કર્યો છે તેમાં તે કહે છે કે તેને વિશ્વાસ નથી થઇ રહ્યો કે અનુપ જલોટાજીની આટલી હૉટ ગર્લફ્રેન્ડ છે. જસલીન તો ખૂબ જ હૉટ છે. રાખી, અનુપ જલોટાનાં સૉન્ગ ‘એસી લાગી લગન’ પણ ગાય છે. જો કે આ સૉન્ગમાં તે મીરાના બદલે જસલીનનું નામ લે છે. તે રાખી ત્યાં સુધી કહી દે છે કે અનુપજીનો એક પગ કબરમાં છે અને….!

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu??? (@jasleenmatharu) on

બિગબૉસ 12ના મંચ પર રવિવારે સૌથી મોટો ખુલાસો ત્યારે થયો  જ્યારે ભજન સમ્રાટ અનુપ જલોટા અને જસલીન મથારુએ જાહેરમાં પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો. લાંબા સમયથી અનુપ જલોટાની શિષ્યા રહેસી ગાયિકા અને અભિનેત્રી જસલીન મથારુએ આજે બિગ બોસના મંચ પર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

આ જોડીને વિચિત્ર એટલા માટે કહી શકાય કારણ કે તેમની ઉંમર વચ્ચે 37 વર્ષનું અંતર છે. 28 વર્,ય જસલીન અને 65 વર્ષના અનુપ જલોટા ત્રણ વર્ષથી રિલેશનશીપમાં છે. જસલીને જણાવ્યું કે તેઓ હજુ સુધી તેમના આ રિલેશનશીપ વિશે જાહેરમાં વાત કરવા માટે તૈયાર ન હતાં પરંતુ હવે તે પોતાના પ્રેમને દુનિયાની સામે લાવવા માટે તૈયાર છે. ભજન સમ્રાટ અનુપ જલોટા તેની પહેલાં ત્રણ વાર લગ્ન કરી ચુક્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu??? (@jasleenmatharu) on

બિગબોસના ઘરમાં અનુપ જલોટા અને જસલીનની એન્ટ્રીથી હોબાળો મચી ગયો છે. સૌથી વધુ ચોંકાવનારુ નિવેદન આપતા બંને સ્ટાર્સે જણાવ્યું કે તેઓ પહેલીવાર પોતાના રિલેશનશીપનો ખુલાસો જાહેરમાં કરી રહ્યાં છે. તે પછી પહેલીવાર જસલીનના પિતા કેસર મથારૂનું નિવેદન સામે આવ્યું છે.

એક અહેવાલ અનુસાર કેસર મથારૂએ જણાવ્યું કે, આ ખબર તેમના અને તેમના પરિવાર માટે ખૂબ જ ચોંકાવનારી છે. જ્યાં સુધી જસલીન બિગબૉસના ઘરમાં છે ત્યાં સુધી હું આ અંગે કંઇ કહેવા નથી માંગતો. તેને મળ્યાં બાદ જ હું આ અંગે કોઇ નિવેદન આપીશ. તે હાલ શૉમાં છે અને અમે ઇચ્છીએ છીએ કે તે આ શૉ જીતે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે એક સારા પરિવારમાંથી આવીએ છીએ. મારી દિકરીનું ઇન્ડસ્ટ્રીમાં નામ છે. તેવામાં અમને કોઇ ચીપ પબ્લિસીટીની જરૂર નથી.

Related posts

બહુચરાજી તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો, ભારે પવન અને ગાજવીજ સાથે મકાનના પતરા ઉડ્યા

Pravin Makwana

ખેડૂતો આનંદો : હવે સિંચાઈ માટે 10 કલાક વીજળી મળશે, ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય

Pravin Makwana

વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, અસહ્ય ગરમીથી લોકોને મળ્યો છૂટકારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!