GSTV
Home » News » VIDEO: “તનુશ્રી દત્તા અંદરથી પુરુષ છે, તેણે મારા પર વારંવાર રેપ કર્યો છે”

VIDEO: “તનુશ્રી દત્તા અંદરથી પુરુષ છે, તેણે મારા પર વારંવાર રેપ કર્યો છે”

બૉલીવુડ અભિનેતા નાના પાટેકર અને તનુશ્રી દત્તાની વચ્ચે શરૂ થયેલા જૂના વિવાદમાં રાખી સાવંત હવે વચ્ચે આવી ગઈ છે. પહેલાં તો તેણે તનુશ્રીને ઘણું બધુ કહી દીધું પરંતુ હવે આરોપ લગાવ્યો છે કે તનુશ્રી ખોટું બોલી રહી છે. તે બૉલીવુને બદનામ કરવાની કોશિશ કરી રહી છે. હવે રાખી સાવંતે ફરી એક વાર તનુશ્રી પર ગંભીર આરોપ લગાવ્યો છે.

રાખીએ કહ્યું કે તનુશ્રી અંદરથી એક પુરુષ છે. તેણે મારી સાથે વારંવાર બળાત્કાર કર્યો. મને રેવ પાર્ટીઓમાં લઈ જતી હતી. મારી સાથે ખોટું કરતી હતી. તેણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, મને કહેતાં શરમ આવે છે અને દુઃખ થાય છે કે આજથી 12 વર્ષ પહેલાં મારી સાથે પણ રેપ થયો હતો. મારે આ શબ્દો કહેવા ન જોઈએ. એક છોકરી હોવાના કારણે આ કહેતા મને ઘણી શરમ આવે છે.

રાખીએ આગળ કહ્યું કે મારી આંખોમાં આંસુ છે. મને અંદરથી એટલી તકલીફ થઈ રહી છે. આજ સુધી મેં મોઢું ખોલ્યું નથી પરંતુ બૉલીવુડને બદનામ કરવામાં આવી રહ્યું છે. દરેક છોકરી વહેતી ગંગામાં હાથ ધોઈ રહી છે. ચાલતી ટ્રેન પકડી રહી છે. મને ઘણું દુઃખ થઈ રહ્યું છે. એટલે મને લાગે છે કે મારે હવે બોલવું પડશે કે મારી સાથે અત્યાચાર થયો છે. હું જણાવવા માંગુ છું કે આવી હરકત મારી સાથે થઈ છે. એક વખત નહીં, વારંવાર થઈ છે. મને નામ લેતા ઘણો ડર લાગે છે કારણકે મને મારવાની ધમકીઓ મળી રહી છે. ગેંગરેપની ધમકીઓ મળી રહી છે. પોલીસ સ્ટેશનનમાં પણ ફરિયાદ નોંધાવી ચૂકી છું.

બૉલીવુડ અભિનેત્રી રાખીએ કહ્યું કે બહુ મી ટુ- મી ટુ થઈ રહ્યું છે. હવે હું ઇચ્છું છું કે શી ટુ પણ થાય. રાખી સાવંતનો રેપ વારંવાર તનુશ્રી દત્તાએ કર્યો છે. હવે તમે કહેશો કે આવું કેવી રીતે શક્ય છે? એક છોકરી બીજી છોકરીને રેપ કેવી રીતે કરી શકે? કલમ 377 લાગુ કરાઈ છે. તમે જાણતા જ હશો કે હી ટુ હી અને શી ટુ શી. તમને શું લાગે છે કે તનુશ્રી દત્તાએ મુંડન કેમ કરાવ્યું. તે એક છોકરી નહીં છોકરો છે. અંદરથી તે એક સંપૂર્ણ છોકરો છે. તનુશ્રી દત્તા આજથી 12 વર્ષ પહેલાં મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. તે મને રેવ પાર્ટીઓમાં લઈ જતી હતી.

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!