રાખી સાવંતે પણ પીએમ મોદીને આપ્યું લગ્નનું આમંત્રણ, વિશ્વાસ ન હોય તો જાતે જ જોઇ લો

બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફંક્શનની શોભા વધારી હતી જેના માટે અભિનેત્રીએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

એક્ટ્રેસે સોશિયલ માડિયા પર તેમનો આભાર વ્યક્ત કરતાં લખ્યું કે, અમારા સન્માનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરનો આભાર, જેમણે પોતાની હાજરીથી અમારી શોભામાં અભિવૃદ્ધી કરી. તમારા વિનમ્ર શબ્દો અને આશિર્વાદથી હું પ્રભાવિત છુ. આ જ કમેન્ટ નીચે નિકે પણ આભાર વ્યક્ત કરતો મસેજ લખ્યો. પરંતુ આ કમેન્ટ ટ્રેલમાં બોલીવુડની કોન્ટ્રોવર્સી ગર્લ રાખી સાવંતે પણ એક કમેન્ટ કરી છે.

રાખી સાવંતે લખ્યું’ Wow..નાઇસ મોદીજી પ્લીઝ 31 ડિસેમ્બર સાંજે 7 વાગ્યે મારા લગ્નમાં પણ હાજરી આપજો.’ જો કે રાખી સાવંતે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર અનેક તસવીરો શેર કરી છે જેમાં તેણે જણાવ્યું કે ઇન્ટરનેટ સનસની દીપક કલાલ સાથે લગ્ન કરવા જઇ રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર રાખી સાવંતે પોતાના લગ્નનું કાર્ડ શેર કર્યું છે. રાખીએ ઇન્સ્ટાગ્રામ પર એક ઇનવિટેશનકાર્ડ શેર કર્યું છે જે પ્રમાણે એ દીપક કલાક સાથે લગ્ન કરવા જઇ રહી છે. કાર્ડ પરલખ્યું છે એના લગ્ન 31 ડિસેમ્બરે લોસ એન્જેલિસમાં થશે. દીપક કલાલ એ પણ પોતાનાઇન્સ્ટાગ્રામ પર આ લગ્નનું કાર્ડ શેર કર્યું છે.

દીપક કલાલ સોશિયલ મીડિયા પર જાણીતો ચહેરો છે. હાલમાં તે રિઆલિટી શો’ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ માં પણ નજરે આવી રહ્યો છે. થોડાક દિવસો અગાઉ રાખી સાવંતનો તનુશ્રીદત્તા સાથે ઘણા લાંબો વિવાદ ચાલ્યો હતો. રાખી સાવંત સતત મીટૂ મૂવમેન્ટમાં ઘેરાયેલાનાના પાટેકરનો બચાવ રહી હતી.

જણાવી દઇએ કે રાખીતાજેતરમાં જ તનુશ્રી દત્તા પર કમેન્ટના કારણે ચર્ચામાં આવી હતી. રાખીએ તનુશ્રી પરઅનેક આરોપ લગાવ્યા હતાં જે બાદ તનુશ્રીએ રાખી પર 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter