ડાન્સર અને એક્ટ્રેસ રાખી સાવંત અવારનવાર પોતાના અંદાજના કારણે ચર્ચામાં રહે છે. બિગ બૉસના ઘરમાં ફેન્સનું મનોરંજન કરી રહેલી રાખી પાછલા દિવસોમાં પોતાના લગ્નને લઇને ચર્ચામાં રહી. રાખીના પતિની તસવીરોની સૌકોઇ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે, જે ક્યારેય સામે નથી આવી, ત્યા સુધી કે લગ્નની તસવીરોમાં પણ ફક્ત દુલ્હન બનેલી રાખી જ જોવા મળી હતી. સાથે જ હવે મોટો ખુલાસો થયો કે રાખીએ હકીકતમાં કોઇ લગ્ન કર્યા જ નથી.

આ કારણે રાખીએ ઉડાવી લગ્નની અફવા
પબ્લિસિટી સ્ટંટ અને ફેન્સના મનોરંજન માટે કોઇ પણ અતરંગી હરકતો કરતી રહેતી રાખી સાવંતે લગ્નની અફવા પણ ફક્ત લાઇમલાઇટમાં આવવા માટે અને એન્ટરટેઇનમેન્ટ માટે ઉડાવી હતી.

એક રિપોર્ટ અનુસાર, એક્ટ્રેસ રાખી સાવંતે પહેલા પણ ઘણીવાર આવુ જૂઠ્ઠાણુ ચલાવ્યુ છે અને આ વખતે પણ તેણે લોકો સામે આવુ જ એક ગતકડુ ચલાવ્યુ છે. તેના લગ્ન થયા નથી અને તે સતત લોકોને કહેતી આવી રહી છે. તમને જણાવી દઇએ કે રાખી સાવંતે દાવો કર્યો હતો કે તેણે 28 જુલાઇએ મેરિએટ હોટલમાં રિતેશન નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા પરંતુ જ્યારે હોટલના રેકોર્ડ ચકાસવામાં આવ્યા તો જાણવા મળ્યું કે ત્યાં આ તારીખે રિતેશ અને રાખીના લગ્ન થયા જ નથી.

રાખીએ આ ઢોંગમાં કર્યો પરિવારને સામેલ
આ ખરેખર ચોંકાવનારો ખુલાસો છે કારણ કે રાખી સાવંતે આ જૂઠ્ઠાણામાં તેના પરિવારને પણ સામેલ કર્યો છે. એક્ટ્રેસનો ભાઇ સતત મીડિયાને કહી રહ્યો છે કે તે આ લગ્નમાં સામેલ થયો હતો. આ ઉપરાંત તાજેતરમાં જ બિગ બૉસમાં રાખીની બિમાર માતાએ પણ જણાવ્યું હતું કે રિતેશ તેમનું પૂરતુ ધ્યાન રાખી રહ્યો છે.

બિગ બૉસના ઘરમાં પણ રાખી રિતેશની વાતો કરતી જોવા મળે છે. આ સાથે જ તમને જણાવી દઇએ કે રાખીએ પોતાના હનીમૂનની પણ તસવીરો શેર કરી હતી. તેવામાં ફેન્સ રાખીના લગ્નની ખબરની હકીકત જાણ્યા બાદ ચોંકી ઉઠ્યા છે.
Read Also
- Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો
- ધબડકો/ ઈંગ્લેન્ડની 68 રનમાં 7 વિકેટ પડી, અક્ષર પટેલના દરેક બોલે લાગી રહ્યું છે કે તે વિકેટ ઝડપશે !
- ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ : કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં, આલિયા ભટ્ટનો દમદાર અવતાર
- કોરોના કાળમાં ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડતા રાજ્યના આ 3 શહેરોમાં ટુરિઝમ લીડર કલબ દ્વારા મોટું આયોજન
- ખુશ ના થશો/ નીરવ મોદી પાસે હજુ પણ છે આ 3 વિકલ્પો, 28 દિવસમાં ના આવ્યો તો વર્ષો લાગશે ભારતને બ્રિટનથી અહીં લાવતાં