GSTV

રાખી સાવંત માટે મુસબીત બન્યો ટ્રાન્સપરન્ટ ડ્રેસ, રોતો VIDEO પોસ્ટ કરી પતિ વિશે કરી આ ફરિયાદ

Last Updated on September 6, 2019 by Mansi Patel

બૉલીવુડની ડ્રામા ક્વીનના નામથી જાણીતી રાખી સાવંત કોઈને કોઈ વાતને કારણે અહેવાલમાં રહે છે. થોડા દિવસ પહેલાં પોતાના સિક્રેટ લગ્નને લઈને અહેવાલોમાં રહી. ત્યારબાદ એક સોંગ રિલીઝ કરીને તેમાં લાઈમલાઈટમાં છે. રાખીનું કહેવું છેકે, એક ટ્રાન્સપરન્ટ ડ્રેસને કારણે તેને સોશિયલ મીડિયા ઉપર ભદ્દી વાતો સાંભળવી પડી રહી છે આ વાતથી તે બહુજ દુખી છે. રાખી સાવંતે ખુલ્લેઆમ કહી દીધુ છેકે, તે એ વાતથી ઘણી નિરાશ છેકે,તેના પતિ તેને સમજી શકતા નથી.

વાસ્તવમાં હાલમાં જ રાખી સાવંતનું સોંગ છપ્પન છુરી લોન્ચ થયુ છે. આ ગીતના લોન્ચ ઈવેન્ટ પર રાખીએ એક ગોલ્ડન રંગનું શિમરી ગાઉન પહેર્યુ હતુ. આ ગાઉન ટ્રાન્સપરન્ટ હતુ. આ ઈવેન્ટમાં રાખીએ છપ્પન છુરી પર ડાન્સ પણ કર્યો હતો.

આ ઈવેન્ટનો વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા હતા. ટ્રોલ થયા બાદ રાખીએ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં રાખી રોતી દેખાઈ હતી.

રોતા-રોતા આ વીડિયોમાં રાખી કહી રહી હતીકે, મને નહોતી ખબર કે આમ ડ્રેસ આટલો રિવીલિંગ હશે. મને તો ડિઝાઈનરે આપ્યો હતો અને હું પહેરીને આવી ગઈ હતી. લોકો મારા વિશે ભદ્દી ભદ્દી વાતો કરે છે. પરંતુ મારો કોઈ જ વાંક નથી. લોકો મને કેમ બ્લેમ કરે છે. વધુમાં રાખીએ કહ્યુ હતુકે, મને લોકોની ચિંતા નથી, પરંતુ મારા જીવનામાં જે વ્યક્તિ છે મારો પતિ જ મને સમજતો નથી. મને લાગે છેકે, મારુ જીવન ખતમ થઈ ગયુ છે.

READ ALSO

Related posts

કિર્લોસ્કર બ્રધર્સમાં પારિવારિક વિવાદ વધ્યો, કિર્લોસ્કર એક પ્રતિષ્ઠિત બ્રાંડ, દેશ-વિદેશમાં સ્થાપિત છે 14થી વધુ પ્લાન્ટ

pratik shah

2024 લોકસભાની તૈયારી / કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા CM મમતા બેનર્જી, ભાજપ સામે વિપક્ષને સંગઠિત કરવા અનુરોધ

Zainul Ansari

અમદાવાદ RTO વહેલી સવારથી મોડી રાત્રી સુધી કરશે કામ, લાયસન્સના કામો માટે 15 કલાક સુધી કાર્યરત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!