GSTV

Video:આ એક્ટ્રેસે રાખી સાવંતને ગણાવી કોરોના વાયરસ ફેલાવા માટે જવાબદાર, કહ્યું- ચીનથી ભારત લઇ આવી

video

Last Updated on March 19, 2020 by Bansari

પાછલા દિવસોમાં રાખી સાવંતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક Video પોસ્ટ કર્યો હતો. આ વીડિયોને પોસ્ટ કરતાં રાખીએ જણાવ્યું હતું કે ભારતમાં ફક્ત તે જ એક એવી વ્યક્તિ છે જે કોરોના વાયરસનો ખાતમો કરી શકે છે. હવે રાખીના આ વીડિયો પર માહિકા શર્માની કમેન્ટ સામે આવી છે. માહિકાએ રાખીના વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું કે, રાખી જ ચીનથી વાયરસ લઇને આવી છે અને ફક્ત તે જ  આપણને આ વાયરસથી બચાવી શકે છે.

જુઓ રાખીનો Video

તેણે કહ્યું કે, જો આજે આપણે આ વાયરસ સામે ઝઝૂમી રહ્યાં છીએ તો તેની પાછળનું કારણ રાખી સાવંત છે. કારણ કે તે જ આ વાયરસને ચીનથી ભારત લઇને આવી છે. રાખી સાવંત પોતાના ફની વીડિયો બનાવીને આપણને આ વાયરસથી બચાવી શકે છે. આજકાલ આપણે ઘણાં બોર પણ થઇ જઇએ છીએ. રાખીના આ વીડિયો પર તેના ફેન્સ પણ કમેન્ટ કરી રહ્યાં છે.

video

સાથે જ કેટલાંક ટ્રોલર્સે પણ કમેન્ટ કરતાં રાખીને જ વાયરસ ગણાવી દીધી. તેના પહેલા રાખીએ જે વીડિયો શેર કર્યો હતો તેમા તે ચીની લોકોને ખરીખોટી સંભળાવી રહી હતી. તેણે કહ્યું હતું કે, આ લોકોને એક શીખ મળી છે જાનવરો ખાવાની. તેમણે આ બધુ ન ખાવુ જોઇએ. પ્રભુ આ પાપી ચીની લોકોને માફ કરો.

આ ઉપરાંત રાખે અન્ય એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે તે ચીન જઇને કોરોના વાયરસ ખતમ કરીને ભારત પરત ફરી છે. વીડિયોમાં રાખીએ કહ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ મને ચીન મોકલી છે. તેમણે પોતાના ચાર્ટર પ્લેનથી મને ચીન મોકલી જેથી હું કોરોના વાયરસને ખતમ કરી શકું તેમણે મને કહ્યું કે ભારતની એક જ યુવતી આ વાયરસને ખતમ કરી શકે છે. રાખીનો આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો.

જણાવી દઇએ કે બોલીવુડની કોન્ટ્રોવર્સી ક્વીન કહેવાતી રાખી સાવંતે ફરી એકવાર બિગ બૉસ સીઝન 13ની ફેમસ કન્ટેસ્ટન્ટ શહેનાઝ ગિલ અને તેના પિતા વિરુદ્ધ નિવેદન આપ્યું છે. જણાવી દઇએ કે રાખીએ તાજેતરમાં જ શહેનાઝના પિતા સંતોખ સિંહ માટે કહ્યું હતું કે તે તેનું નામ ઇજ્જતથી લે અને એવી ગેરસમજ ન રાખે કે તેની દિકરી કોઇ કેટરિના કૈફ છે. હવે રાખીએ એક ઇન્ટરવ્યુમાં રિયાલીટી શૉઝની હકીકત જણાવી છે અને શહેનાઝના શૉ વિશે ઘણું કહ્યું છે.

રાખી સાવંતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, મારો સ્વયંવર ફેક હતો. રિયાલીટી શૉ રિયલ નથી હોતા. મે શૉ પર ક્યારેય લગ્ન નથી કર્યા. આમ પણ ટીવી પર લગ્ન કરવા માટે સારા છોકરા નથી હોતા. મને કોઇ સારો છોકરો મળ્યો જ નહી.

રાખી સાવંતને જ્યારે પૂછવામાં આવ્યું કે, તમે લગ્ન કર્યા હતાં પછીથી અલગ થઇ ગઇ હતી તો તેણે કહ્યું કે,મે લગ્ન જ કર્યા ન હતાં. અમે ફક્ત સગાઇ કરી હતી. આમ પણ આ બધુ ફક્ત દુનિયાને દેખાડવા માટે જ હોય છે. હકીકતમાં આ બધુ ખૂબ જ અલગ હોય છે. જો તમે લગ્ન કરવા માગતા હોવ તો જ કરો નહીંતર નહી. તે સંપૂર્ણ રીતે તમારા પર છે. ચેનલ તમને ક્યારેય ફોર્સ નથી કરતી.

શહેનાઝના સ્વયંવર વિશે રાખી સાવંતે કહ્યું કે જો તમે રૂપિયા કમાવા માગતા હોવ તો તમે એક શૉ કરો છો. જ્યારે મે શૉ કર્યો ત્યારે મને સપોર્ટ કરનાર કોઇ ન હતું. મને સારા રૂપિયા ઑફર કરવામાં આવ્યાં હતા. તે દિવસોમાં મારુ અભિષેક સાથે બ્રેકઅપ થયું હતું અને મારી પાસે રહેવા માટે ઘર પણ ન હતું. મારા પિતાનું નિધન થઇ ચુક્યું હતું.

રાખીએ જણાવ્યું કે તેના પર તેની માતા અને ભાઇની જવાબદારી હતી. તેણે જણાવ્યું કે કંઇ ખોટુ કામ કરવા કરતાં સ્વયંવર કરવો મને યોગ્ય લાગ્યો. તે રૂપિયાથી મે મુંબઇમાં એક ઘર ખરીદ્યુ. રાખીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું શહેનાઝે આ શૉ કરીને ખોટુ કર્યુ? તો તેણે કહ્યું કે શહેનાઝના પિતા સંતોખ સિંહે કહ્યું કે તેની દિકરીને 10 લાખ રૂપિયા ઑફર થયા છે. જો કે મને આશરે દોઢ કરોડ રૂપિયા ઑફર થયા હતાં.

Read Also

Related posts

કોરોના ત્રીજી લહેર/ AMAની ચેતવણી, મોટી સંખ્યામાં ભીડ થશે તો ત્રીજી લહેરનું જોખમ વધશે

Damini Patel

કોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી

Bansari

અમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!