GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

શહનાજ ગિલ અને શેફાલી જરીવાલા સામે ફરિયાદ કરશે રાખી સાવંત, વીડિયોમાં કહ્યું, શરમ નથી આવતી આવું બોલતા……

ટીવીનો સૌથી ધમાકેદાર અને વિવાદિત શો બિગ બોસ 13 લોકોનું ખૂબ મનોરંજન કરી રહ્યો છે. શોમાં થનારા ટાસ્ક અથવા હલનચલન દર્શકોનું મનોરંજન કરે છે સાથે સાથે લોકોને ખૂબ હસાવે છે. પરંતુ તાજેતરમાં બિગ બોસની એક્સ કંટેસ્ટેંટ અને એક્ટ્રેસ રાખી સાવંતે શોના કેટલાક સભ્યો પર ભડકી હતી.

એટલું જ નહીં, તેણે શહનાજ ગિલ, શેફાલી જરીવાલા અને હિમાંશી ખુરાના સામે ફરિયાદ દાખલ કરાવાની વાત કરી છે. એક ટાસ્ક દરમિયાન શહનાજ ગિલનો વ્યવહાર જોઈને કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાને તેણે પંજાબની રાખી સાવંત કહ્યું હતું, જેને સાંભળીને રાખી સાવંત ભડકી હતી. રાખી સાવંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી શેફાલી જરીવાલા અને શહનાજ ગિલ પર ગુસ્સો ઉતાર્યો છે.

તેણે વીડિયોમાં કહ્યું, ‘તમે લોકો મને શું સમજો છો. મેં શેફાલી જરીવાલા અને શહેનાજ ગિલ જેવા કંટેસ્ટેંટ સામે ફરિયાદ કરી છે. હું એટલી બિઝી રહું છું અને તમે બિગ બોસમાં મારું નામ ખરાબ કરો છો. તમને લોકોને શરમ નથી આવતી. સલમાન ખાન, આ લોકો બિગ બોસમાં મારું નામ ખરાબ કરી રહ્યા છે.’

તેની બીજા વીડિયોમાં રાખી સાવંતે કહ્યું, આ લોકો હાથ ધોઈને મારી પાછળ પડી ગયા છે. શરમ નથી આવતી મને આટલી ટ્રોલ કરતાં. રાખીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં ઘણી ભડકેલી જોવા મળે છે. થોડા દિવસ પહેલા બિગ બોસ 13માં રશ્મી દેસાઈ અને સિદ્ધાર્થ શુકલા, અરહાન ખાનની વચ્ચે ઝઘડો થયો હતો.

Read Also

Related posts

જીંદગી અને મોતની વચ્ચે ઝઝૂમતી યુવાની, સુશાંતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ નું ટ્રેલર રિલીઝ

Ankita Trada

સ્વરા ભાસ્કર પર કંગના રનૌત ગુસ્સે ભરાઈ, કરણ જોહરની તરફેણ કરવા બદલ આકરી ઝાટકણી કાઢી

Mansi Patel

કેવી રીતે થાય છે પોર્ન ઈંડસ્ટ્રીઝમાં શૂંટિંગ, એક જ દિવસમાં લાખોની કમાણી કરી લેતા હોય છે એડલ્ટ સ્ટાર્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!