GSTV

કોન્ટ્રોવર્સી ક્વીને બાથટબમાં સૂતેલો વીડિયો શેર કરી મચાવી ધુમ, જોઈને તમારા ઊડી જશે હોંશ

બોલ્ડ અંદાજ અને પોતાની નિખાલસ સ્વભાવને કારણે બોલીવુડ અને ટેલીવિઝન જગતમાં પ્રખ્યાત રાખી સાવંત હંમેશા ચર્ચામાં રહેવા માટે કોઈને કોઈ કારણ શોધી લે છે. હાલમાં જ રાખીએ પોતાના સોશીયલ મીડિયા પર એક વીડિયો શેર કરી ફોલોવર્સના હોંશ ઊડાડી દીધા છે. રાખીએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર એક બાથરૂમ વીડિયો શેર કર્યો છે, જેમાં તેણી બાથટબમાં સૂઈને વાતો કરતી જોવા મળી રહી છે.

રાખીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો આ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે, ‘લંડનની ક્વીન મારી ફેન છે, હું બોલીવુડ આવી રહી છું.’ આ વીડિયોમાં રાખી સાવંત કહી રહી છે કે, હું હાલમાં યુકેમાં છું અને મેં નક્કી કર્યું છે કે, હું ફરીથી બોલીવુડમાં આવી રહી છું. કારણ કે, મારું દિલ અહીં નથી લાગી રહ્યું. મારી મમ્મીના એપરેશન માટે હું મુંબઈ આવી હતી, અહીં બધુ જ ઠીક છે. અહીંયા લંડનની ક્વીન મારી ફેન છે. મારું ઘર એરપોર્ટની એકદમ નજીક છે, પરંતુ મારુ દિલ અહીં લાગી રહ્યું નથી.

આ વીડિયોમાં રાખી દીપિકા પાદુકોણ, વિદ્યા બાલન, સલમાન ખાન, શાહરૂખ ખાન, રણવીર સિંહ, રણબીર કપૂર, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ અને કરણ જોહર જેવા સ્ટાર્સના નામ લઈ કહ્યું કે, આ લોકોના મને ફોન આવે છે અને ભારત પરત ફરવા માટે કહે છે. આ વીડિયોમાં રાખી ડાર્ક પિંક વાળ અને લિપસ્ટિકની સાથે જોવા મળી રહી છે. સાથે જ રાખી વીડિયોમાં કહે છે કે, હા મેં વાળ કાપી નાખ્યા છે. કારણ કે, હું વિગ પહેરીને થાકી ગઈ છું.

સાથે જ આ વીડિયોમાં રાખી કહે છે કે, કેટલા લોકો ઈચ્છે છે કે, હું મુંબઈ આવી જાઉ, જો કે,ધક્કા મુક્કી કોઈ નહી કરે, બધાને અપશબ્દ બોલવાની તક મળશે. જો કે, તમારા લોકોના કંઈ પણ કહેવાથી મને કોઈપણ ફરક નહી પડે, હું તો માત્ર મુંબઈ અને બોલીવુડમાં પરત ફરીશ. જો કે, રાખીનો આ વીડિયો જોઈને તેણીના ફોલોવર્સના તો હોશ ઊડી ગયા છે. સોશીયલ મીડિયા પર કોઈ રાખીને પરત ફરવા માટે મનાવી રહ્યું છે તો, કોઈ તેણીને પૂછી રહ્યું છે કે, આ બધું શું છે? ઉલ્લેખનીય છે કે, રાખી ઘણી વખત આ પ્રકારના અજીબ વીડિયો શરે કરતી જોવા મળે છે, જેથી આ કોઈ નવી વાત નથી.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!