રાખી સાવંતે કરી લગ્નની ઘોષણા, આ સોશિયલ મીડિયા સ્ટાર સાથે લેશે સાત ફેરા

બોલીવુડમાં હાલ લગ્નની સિઝન ચાલી રહીછે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના પોસ્ટ વેડિંગ ફંક્શન્સ હજુ પૂર્ણ થયા નથી નેઆ વચ્ચે મંગલવારે કપિલ શર્માએ પણ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નનું કાર્ડ શેરકર્યું હતું. ત્યારબાદ હવે રાખી સાવંતએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નનું કાર્ડ શેરકર્યું છે. 

રાખીએ ઇન્સ્ટાગ્રામ પર એક ઇનવિટેશનકાર્ડ શેર કર્યું છે જે પ્રમાણે એ દીપક કલાક સાથે લગ્ન કરવા જઇ રહી છે. કાર્ડ પરલખ્યું છે એના લગ્ન 31 ડિસેમ્બરે લોસ એન્જેલિસમાં થશે. દીપક કલાલ એ પણ પોતાનાઇન્સ્ટાગ્રામ પર આ લગ્નનું કાર્ડ શેર કર્યું છે.

દીપક કલાલ સોશિયલ મીડિયા પર જાણીતો ચહેરો છે. હાલમાં તે રિઆલિટી શો’ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ માં પણ નજરે આવી રહ્યો છે. થોડાક દિવસો અગાઉ રાખી સાવંતનો તનુશ્રીદત્તા સાથે ઘણા લાંબો વિવાદ ચાલ્યો હતો. રાખી સાવંત સતત મીટૂ મૂવમેન્ટમાં ઘેરાયેલાનાના પાટેકરનો બચાવ રહી હતી. 

જણાવી દઇએ કે રાખીતાજેતરમાં જ તનુશ્રી દત્તા પર કમેન્ટના કારણે ચર્ચામાં આવી હતી. રાખીએ તનુશ્રી પરઅનેક આરોપ લગાવ્યા હતાં જે બાદ તનુશ્રીએ રાખી પર 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter