VIDEO: રાખીનો ખાસ મિત્ર જાહેરમાં કરી રહ્યો હતો પેશાબ, લોકો જોઈ ગયા તો લમધારી નાખ્યો

આ દિવસોમાં સોશીયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો રાખી સાવંતના મિત્ર દીપક કલાલને રોડ ઉપર મારી રહ્યા છે. દીપક કલાલને માર્યા પછી રાખી સાવંતની રિએકશન સામે આવી છે. આ રીતે દીપકને માર મારવા ઉપર રાખી ભડકી છે.
રાખી કહે છે, ‘હું માનુ છું કે દીપક કલાલે ખોટુ કર્યુ છે, પરંતુ આ રીતે તેમના પર હાથચાલાકી કરવી જોઈએ નહીં. જો દીપકની વાત ખરાબ લાગી હોય તો તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવી જોઈએ.’

રાખી સાવંતે હાર્દિક પંડયા ઉપર નિશાન સાધતાં જણાવ્આયું હતું કે, આવી હરકત ઉપર મી ટૂ વાળા કયાં ગયા. દેશમાં નાની છોકરીઓ સાથે રેપ થાય છે ત્યારે આ લોકો કયાં જતા રહે છે. રાખી સાવંત આ દિવસોમાં યૂ ટયૂબર દિપક કલાલને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા બંન્નેએ મીડિયા સામે લગ્ન કરવાનું એલાન કર્યું હતું. પછી રાખીએ આ લગ્ન માટે ઈન્કાર કર્યો હતો.

દીપક કલાલ દિલ્હીના ‘કનૉટ પ્લેસ’માં એક ઝાડ ઉપર પેશાબ કરી રહ્યા હોય તેવો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયો પછી લોકો નારાજ થયા અને તેમને મારવા લાગ્યા. જો કે કેટલાક લોકોએ આને પબ્લિસિટી સ્ટંટ પણ બતાવ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter