GSTV
Business Photos Trending

ભારતના વોરેન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાને હતો આ 5 જાદુઈ શેર પર ભરોસો, આ સ્ટોક્સે બનાવ્યા હતા બિગ બુલ, શું તમારી પાસે છે?

શેરબજારના દિગ્ગજ રાકેશ ઝુનઝુનવાલાએ 14 ઓગસ્ટ રવિવારે આ દુનિયાને અલવિદા કહી દીધું. રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો પર શેરબજારના દરેક નાના-મોટા રોકાણકારોની નજર હતી. રાકેશ ઝુનઝુનવાલાના મનપસંદ 5 શેરોએ તેમને બજારનો ‘બિગ બુલ’ બનાવ્યા હતા. બિગબુલના પોર્ટફોલિયોમાં ટાઇટન, સ્ટાર હેલ્થ અને એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની, મેટ્રો બ્રાન્ડ્સ, ટાટા મોટર્સ અને ક્રિસિલ પ્રાઇસ એવા શેરોમાં કરેલા ઈન્વેસ્ટમેન્ટે રાકેશ ઝુનઝુનવાલાને બજારના સ્ટાર બનાવી દીધા હતા. આ શેર્સમાં તેમનો હિસ્સો રૂ. 1,000 કરોડથી રૂ. 11,000 કરોડ સુધીનો છે.

રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ કહેવામાં આવતા હતા. ઝુનઝુનવાલા તેના પોર્ટફોલિયોમાં 32 સ્ટોક્સ રાખતા હતા અને જેનાથી તેમની સંપત્તિ અત્યાર સુધીમાં 32,000 કરોડ રૂપિયાની આસપાસ છે. તેમના પોર્ટફોલિયોના સૌથી મોટા સ્ટોક્સ કે જેણે તેમને રાજા બનાવ્યા છે તેમાં ટાઇટન, સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની, મેટ્રો બ્રાન્ડ્સ, ટાટા મોટર્સ અને ક્રિસિલ પ્રાઇસ છે.

રાકેશ ઝુનઝુનવાલાની મનપસંદ ટાટા ગ્રૂપ સમર્થિત ટાઇટન તેમના પોર્ટફોલિયોમાં હંમેશા ટોચ ઉપર જ રહેતી હતી. જ્યારે તેમણે તાજેતરના ભૂતકાળમાં સ્ટાર હેલ્થ, મેટ્રો બ્રાન્ડ્સ અને ટાટા મોટર્સનો સમાવેશ કર્યો છે. તે વર્ષ 2015 થી ટાઇટન અને ક્રિસિલ સાથે છે. ટ્રેન્ડલાઇનના ડેટા અનુસાર, આ પાંચ શેરોનો તેમના પોર્ટફોલિયોની સંપત્તિમાં લગભગ 77% હિસ્સો છે. આ મુજબ, બિગ બુલની સંપત્તિ ઓગસ્ટના બે અઠવાડિયા કરતાં ઓછા સમયમાં 25% વધીને ₹31,833.77 કરોડ થઈ.

12 ઓગસ્ટ સુધીમાં ટાઇટનમાં તેમનો હિસ્સો આશરે ₹11,086.9 કરોડ, સ્ટાર હેલ્થમાં ₹7,017.5 કરોડ, મેટ્રો બ્રાન્ડ્સમાં ₹3,348.8 કરોડ, ટાટા મોટર્સમાં ₹1,731.1 કરોડ અને ક્રિસિલમાં ₹1,301.9 કરોડ હોવાનો અંદાજ છે. 13 ઓગસ્ટ 2015 પછીથી ટાઇટનના શેર આજ સુધીમાં લગભગ 655% ના વધારા સાથે મલ્ટિબેગર શેર તરીકે ઉભરી આવ્યા છે. જોકે, અત્યાર સુધીના વર્ષોમાં CRISIL લગભગ 71 ટકા વધ્યો છે.

સ્ટાર હેલ્થ અને મેટ્રો બ્રાન્ડ્સની વાત કરવામાં આવે તો ગત ડિસેમ્બરમાં લિસ્ટમાં શામેલ કર્યા હતા. આ વચ્ચે ફૂટવેર ફર્મમાં મેટ્રો બ્રાન્ડ્સે બજારમાં પોતાની શરૂઆતપછી 76 ટકાથી વધારેની વૃદ્ધિ કરી છે. તેમણે સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરમાં ટાટા મોટર્સમાં રોકાણ કર્યું હતું અને ત્યારથી BSE પર ઉપલબ્ધ ડેટા મુજબ, શેરમાં 217.5%નો વધારો થયો છે. એટલે કે આ શેરો હજુ પણ શેરબજારમાં પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે.

હવે રાકેશ ઝુનઝુનવાલાના હોલ્ડિંગ્સ વિશે વાત કરીએ, 30 જૂન, 2022 સુધીમાં ટાઇટનમાં તેમની પાસે 44,850,970 ઇક્વિટી શેર અથવા 5.1% ધરાવે છે, જ્યારે 30 જૂન 2022 સુધીમાં તેમની પાસે 100,753,935 100,753,935 સ્ટાર હેલ્થમાં 17.5% હિસ્સેદારી છે. એનાથી અંદાજ લગાવી શકાય કે બિગ બુલને આ સ્ટોક્સ પર પૂરો ભરોસો હતો. જૂન 2022 ક્વાર્ટરના અંતે તેમનો શેરહોલ્ડિંગ 39,153,600 ઇક્વિટી શેર અથવા 14.4% છે, જ્યારે તેઓ જૂન 2022 ક્વાર્ટરના અંતે ટાટા મોટર્સમાં 36,250,000 ઇક્વિટી શેર અથવા 1.1% હિસ્સો ધરાવે છે. 30 જૂન, 2022ના રોજ ક્રિસિલમાં ઝુનઝુનવાલાની હિસ્સેદારી આશરે 4,000,000 ઇક્વિટી શેર અથવા 1.1% છે. શેરબજારના દિગ્ગજ રોકાણકારની વિદાયથી રોકાણકારોમાં નિરાશા છે.

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV