GSTV
Baroda ગુજરાત ટોપ સ્ટોરી

રાકેશ અસ્થાનાના કેસનો રેલો હવે વડોદરા પહોંચ્યો, પુત્રીના લગ્નમાં ખર્ચ અંગેની તપાસ

ભ્રષ્ટાચાર મામલે વિવાદમાં ઘેરાયેલા CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની મુશ્કેલીઓ વધી શકે છે. CBIએ સ્ટર્લિંગ ગૂપના સંચાલક સાંડેસરા બંધુ નિતિન અને ચેતન સાથે રાકેશ અસ્થાનાને પારિવારિક સંબંધ હોવાના પુરાવા એકત્રિત કર્યા છે. જો કે સીબીઆઈ દ્વારા વડોદરામાં અસ્થાનાની પુત્રીના લગ્ન જ્યાં યોજાયા તે લક્ષ્મી વિલાસ પેલેસના રાજવી સમરજિતસિંહ ગાયકવાડ ફોટોગ્રાફર હિમસુ પહાડની મુલાકાત કરી હતી.

તો સાથે લગ્નમાં કેટરિંગનો કોન્ટ્રાક્ટ લેનાર મનીષ ઠક્કર, ફૂડ સપ્લાય કરનાર સૂર્યા પેલેસના પિયુષ શાહ સહીતના લોકોની પૂછપરછ કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પરંતુ આ મામલે કોઇ પણ કશું જ કહેવા તૈયાર નથી. જોકે તપાસ માટે વડોદરા પોલીસની સહાય લેવામાં આવી હોવાનો ઇનકાર વડોદરા પોલીસના એક ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો.

રાકેશ અસ્થાના અગાઉ સ્પેશિયલ IGP તરીકે વડોદરામાં ફરજ બજાવતા હતા. તે દરમ્યાન સાવલી નજીક સ્ટર્લિંગ ગ્રૂપની જમીન ખરીદીમાં કૌભાંડ થયા અંગેની ફરિયાદ થઇ હતી. જે મામલે ચેતન સાંડેસરાની ધરપકડ પણ થઇ હતી. તે સમયે રાકેશ અસ્થાનાએ સાંડેસરા પરિવારને મદદ કરી હોવાનું ચર્ચાયું હતું. ત્યારથી બંને વચ્ચે પારિવારિક સંબંધોની શરૂઆત થઇ હતી.

કહેવાય છે કે વડોદરા પોલીસ કમિશનર પદે રાકેશ અસ્થાના ફરજ બજાવતા હતા ત્યારે વડોદરા ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે 70થી વધુ મોટર સાઇકલ સ્ટર્લિંગ ગૃપ પાસેથી દાનમાં મેળવી હતી. લગભગ ચારેક વર્ષ અગાઉ વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસમાં રાકેશ અસ્થાનાએ પોતાની પુત્રીનો વૈભવી લગ્ન સમારંભ અને રિસેપ્શન યોજ્યું હતું. આ લગ્નમાં લાખલૂટ ખર્ચ કરાયો હતો.

ત્યારે આ ખર્ચ કોણે ઉપાડયો અને જો રાકેશ અસ્થાનાએ ખર્ચ કર્યો તો તે નાણાં ક્યાંથી આવ્યા તેની સમગ્ર તપાસ માટે સીબીઆઇની ટીમ વડોદરા આવી હતી. આ તપાસમાં સ્ટર્લિંગ ગૃપના સાંડેસરા બંધુ સાથે રાકેશ અસ્થાનાને ઘરોબો હોવાના પુરાવા મળ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Related posts

દુષ્કર્મના વધુ એક કેસમાં આસારામ દોષિત જાહેર, જોધપુર જેલમાં જેલમાં બંધ આસારામને વીડિયો માધ્યમથી હાજર રખાયોઃ શું હતો દુષ્કર્મનો મામલો

HARSHAD PATEL

મોટા સમાચાર / દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર, હવે થશે સજાનું એલાન

Nakulsinh Gohil

મોટા સમાચાર / પેપરલીક કાંડ મામલે કોર્ટે તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Nakulsinh Gohil
GSTV