GSTV
India ટોપ સ્ટોરી

સીબીઆઈ લાંચકાંડ : આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને રજા પર ઉતારાયા, આ IPSઅે સંભાળ્યો ચાર્જ

સીબીઆઈના આંતરીક ધમાસાણ વચ્ચે મહત્વનો ઘટનાક્રમ સામે આવ્યો છે. સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર મોકલી દેવામાં આવ્યા છે. ભારતની મુખ્ય તપાસ એજન્સીઓમાંથી એક એવી સીબીઆઈના નંબર-વન અને નંબર-ટુનું સ્થાન ધરાવતા બંને અધિકારીઓને ફોર્સ લીવ પર મોકલી દેવામાં આવ્યા છે. તેની સાથે જ તપાસ એજન્સીના સંયુક્ત નિદેશક નાગેશ્વર રાવને સીબીઆઈના વચગાળાના ઈન્ચાર્જ મહાનિદેશક બનાવવામાં આવ્યા છે. આગામી આદેશ સુધી સીબીઆઈનું સંચાલન નાગેશ્વર રાવ કરશે.

રાકેશ અસ્થાના સામે લાંચકાંડમાં એફઆઈઆર કરવામાં આવી છે. આ મામલે 29 ઓક્ટોબરે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માએ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાના છે. આલોક વર્મા સામે પણ આરોપો કરવામાં આવ્યા છે. અસ્થાના સામે સીબીઆઈ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સીબીઆઈ કાર્મિક મંત્રાલય અંતર્ગત આવે છે. આ મંત્રાલયના પ્રભારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. જણાવવામાં આવે છે કે હવાલા અને મની લોન્ડ્રિંગના મામલે મીટ કારોબારી મોઈન કુરૈશીને ક્લિનચિટ આપવામાં કથિતપણે લાંચ લેવાના આરોપો પર સીબીઆઈએ પોતાના જ સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર કેસ દાખલ કર્યો છે.

નરેન્દ્ર મોદીના આદેશ પર કાર્યવાહી કરવામાં આવી

રાકેશ અસ્થાનાએ સીબીઆઈ ચીફ આલોક વર્મા પર પણ બે કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. બંને ટોચના અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા આરોપ-પ્રત્યારોપને કારણે સીબીઆઈની વિશ્વસનીયતા પર ઉઠી રહેલા સવાલો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પર કાર્યવાહી કરવામાં આવી છે. ઈન્ચાર્જ સીબીઆઈ ડાયરેક્ટર નાગેશ્વર રાવ 1986ની બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ તેલંગાણાના વારંગલ જિલ્લાના મંગાપેટ ગામના મૂળ વતની છે. તેની સાથે જ સીબીઆઈમાં ઘણાં મોટા પરિવર્તનો કરવામાં આવ્યા છે.

નાગેશ્વર રાવને સીબીઆઈના ઈન્ચાર્જ ડિરેક્ટર બનાવવામાં આવ્યા

અરુણ શર્માને જોઈન્ટ ડાયરેક્ટર પોલિસી અને જોઈન્ટ ડાયરેક્ટર એન્ટિ કરપ્શન હેડક્વોર્ટરમાંથી હટાવી દેવામાં આવ્યા છે. તેની સાથે જ ડીઆઈજી મનીષ સિંહાને પણ તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. સીબીઆઈએ રાકેશ અસ્થાનાનો મામલો ફાસ્ટટ્રેક ઈન્વેસ્ટિગેશનમાં મૂકી દીધો છે.  દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈમાં ચાલી રહેલો વિવાદ હવે બધાની સામે આવી ગયો છે. લાંચ વિવાદના કારણે સીબીઆઈના બંને અગ્રણી અધિકારીઓ સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર મોકલી દેવામાં આવ્યા છે. આ સંજોગોમાં નાગેશ્વર રાવને સીબીઆઈના ઈન્ચાર્જ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. આ સાથે જ આજે દિલ્હી સીબીઆઈની મુખ્ય ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે અને 10મો અને 11મો ફ્લોર સીલ કરી દેવામાં આવ્યો છે.આ સાથે જ સીબીઆઈમાં અન્ય પણ ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. અરુણ શર્માને જેડી પોલીસ, જેડી એન્ટી કરપ્શન હેડક્વાર્ટરમાંથી હટાવી દેવામાં આવ્યા છે. AC-3ના ડીઆઈજી મનીષ સિન્હાને પણ તેમના પદથી હટાવી દેવામાં આવી છે. સીબીઆઈએ રાકેશ અસ્થાના મામલે ફાસ્ટટ્રેક ઈન્વેસ્ટિગેશનની શરૂઆત કરી છે.

અસ્થાનાની દીકરીના શાહી લગ્ન પર સીબીઆઈની નજર

સીબીઆઈની નજર રાકેશ અસ્થાનાની દીકરીના લગ્નના ખર્ચ ઉપર પણ છે. સીબીઆઈ લગ્નના દરેક કાર્યક્રમ સાથે જોડાયેલા લોકોની પણ પૂછપરછ કરશે. તેમાં સજાવટ કરનાર, કેટરર્સ, હોટલ માલિક જેવા વગેરે લોકો જોડાયેલા છે. CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી FIR રદ કરાવવાની માગ કરી હતી. અસ્થાના તરફથી હાજર વકીલે FIRને ગેરકાયદેસર ગણાવતાં કોર્ટમાં કહ્યું કે CBIએ એક આરોપીના નિવેદનનાઆધારે સ્પેશિયલ ડાયરેક્ટર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.તો CBIના વકીલે કહ્યું કે લાંચનો મામલો ગંભીર છે. FIRમાં ભ્રષ્ટાચાર અને ગુનાકીય ષડયંત્રની કલમો ઉમેરવામાં આવી છે. હાઈકોર્ટે 29 ઓક્ટોબરે આ મામલે સુનાવણી કરશે. ત્યાં સુધી તપાસ એજન્સીના પ્રમુખ પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે 29 તારીખ સુધી અસ્થાના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે.

 

Related posts

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી  મહિનાઓની મહેનતનું શું?”

Nakulsinh Gohil

પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

Nakulsinh Gohil

પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો

Hardik Hingu
GSTV