GSTV

Breaking / નિવૃત્તિ પહેલા રાકેશ અસ્થાનાને મોદી સરકારની મોટી ભેટ, દિલ્હી પોલીસના કમિશનર બન્યા ગુજરાત કેડરના IPS

Last Updated on July 27, 2021 by Zainul Ansari

ગુજરાત કેડરના IPS રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. મોદી સરકારે નિવૃત્તિ પહેલા તેમને મોટી ભેટ આપી છે. તેમને નિવૃત્તિના ચાર દિવસ પહેલા દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે તેમનો એક વર્ષનો કાર્યકાળ લંબાવ્યો છે. તેઓ હવે 31 જુલાઈ 2022 સુધી પોતાની સેવા આપશે. ઉલ્લેખનીય છે કે તેઓ હાલમાં બીએસએફના ડીજી તરીકે ફરજ બજાવે છે.

મોદી સરકારે ગુજરાતના વધુ એક IPS અધિકારીને કેન્દ્રમાં ટોચનો સ્થાન આપ્યો છે. ગુજરાત કેડરના 1984 બેંચના IPS રાકેશ અસ્થાના દિલ્હીના પોલીસ કમિશનર તરીકેનો વધારાનો હવાલો સંભાળશે. તેઓ હાલમાં બીએસએફના ડીજી તરીકે ફરજ બજાવે છે.

વધુ એક વર્ષ સેવા આપશે IPS રાકેશ અસ્થાના

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાત કેડરના 1984 બેંચના IPS રાકેશ અસ્થાનાનો એક વર્ષનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. હવે તેઓ આવતા વર્ષે એટલે કે 31 જુલાઈ 2022ના રોજ નિવૃત્ત થશે. ઉલ્લેખનીય છે કે તેઓ આ મહિનાની 31મી તારીખે નિવૃત્ત થવાના હતા. જોકે ગૃહ મંત્રાલયે તેમનો કાર્યકાળ એક વર્ષ લંબાવ્યો છે, જેથી તેઓ વધુ એક વર્ષ પોતાની સેવા આપશે.

ઓગસ્ટ મહિનામાં બન્યા હતા BSFના મહાનિર્દેશક

ગુજરાત કેડરના વિવાદાસ્પદ આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને દેશની સરહદ પર સુરક્ષા કરનારી સૌથી મોટી ફોર્સ BSFના મહાનિર્દેશક તરીકે 18, ઓગસ્ટ 2020માં નિમણૂંક કરી હતી. તેઓ હાલમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન એન્ડ સિક્યોરિટી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના પ્રમુખ પદ પર ફરજ બજાવતા હતા.

ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી

1984 બેંચના ગુજરાત કૈડરના આઈપીએસ રાકેશ અસ્થાના જ્યારે સીબીઆઈમાં સ્પેશિયલ ડાયરેક્ટર પદ પર તૈનાત હતા, ત્યારે ડાયરેક્ટર આલોક વર્મા સાથે તેમને વિવાદ થયો હતો. જેને લઈ બંને અધિકારી કોર્ટમાં પહોંચ્યા હતા.

સીબીઆઈ vs સીબીઆઈમાં સંડોવાયા હતા

બાદમાં સુપ્રીમ કોર્ટે બચાવ કર્યો હતો. તેમ છતાં પણ રાકેશ અસ્થાના વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપસર તપાસ થઈ હતી. જો કે, સીબીઆઈએ તેમને ક્લીનચીટ આપી હતી. ત્યાર બાદ બીસીએએસ અને એનસીબીના બંનેના પ્રમુખ બનાવી દીધા હતા.

સૌથી મોટી સીમા સુરક્ષા દળના મહાનિર્દેશક બન્યા

દેશની સૌથી મોટી સીમા સુરક્ષા દળ, બીએસએફ એટલે કે, બોર્ડર સિક્યોરિટી ફોર્સના મહાનિર્દેશકનો પદભાર હાલમાં આઈટીબીપીના ડીજી, એસએસ દેશવાલ સંભાળી રહ્યા હતા. ત્યારે હવે રાકેશ અસ્થાનીની એન્ટ્રી થતાં પૂર્ણકાલીન મહાનિર્દેશક મળી ગયા છે. લગભગ અઢી લાખ ફોર્સ વાળી બીએસએફની જવાબદારી પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદની સુરક્ષા કરશે.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!