GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

રાજ્યસભાનું રમખાણ : કોંગ્રેસ પોતાની ‘ભરત-શક્તિ’ સાથે જ મેદાને ઉતરશે

દિલ્હી

ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં કોન્ગ્રેસે પોતાના બે ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. મોડી રાત્રે કોંગ્રેસના મોવડી મંડળે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી બંનેને ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો છે. ભાજપમાં રહેલા પણ ભાજપની અવગણનાનો સામનો કરી રહેલા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને મદદ કરવાનો નિર્ણય કર્યો હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં બંને ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો કોંગ્રેસના મોભીઓએ ફાઈનલ કર્યું છે.

રાઉલજીને તોડવાનો પ્રયાસ

કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા પરંતુ અપેક્ષા ન સંતોષાતા નારાજ થયેલા સી.કે.રાઉલજીને શંકરસિંહ વાઘેલાના માધ્યમથી તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસને સફળતા મળતી હોવાનો નિર્દેશ મળતા પક્ષના મોવડી મંડળનો હોંસલો વધ્યો હતો અને તેમણે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી બંનેને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો.

શા માટે એક જ ઉમેદવારનો નિર્ણય લીધો હતો ?

આ બંને ઉમેદવારોએ તેમના ફોર્મ તો આ અગાઉ જ ભરી દીધા હતા. પરંતુ ભાજપે કોંગ્રેસના પાંચ સભ્ય તોડી દેતા તેમના સભ્યોનું સંખ્યાબળ 73થી ઘટીને 68 થઈ જતાં તેમને જીતવા માટે 71 મત મળવાની સંભાવના ઓછી થઈ ગઈ હતી. પરિણામે વધુ એક હાર સહન કરવાને બદલ કોંગ્રેસે માત્ર એક જ ઉમેદવાર ઊભો રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને પરિણામે શક્તિસિંહ અને ભરતસિંહ બેમાંથી કોને પસંદ કરવા તેનો સવાલ ઊભો થયો હતો.

ભરત અને શક્તિ બંન્નેની હતી જરૂર

ભરતસિંહ માટે તેમની રાજકીય કારકીર્દી ચાલુ રહે તે માટે આ પસંદગીને ફાઈનલ કરાવવી જરૂરી હતી. તેમને જ ચૂંટણી લડવા માટેની તક ન મળે તો તેઓ તેમના સમર્થકોને શું ટિકીટ અપાવી શકશે તેવી વાત વહેતી થાય તો તેમના સમર્થકો તેને છોડીને ચાલ્યા જાય તેવી દહેશત હતી. બીજી તરફ શક્તિસિંહે છેલ્લા બેથી ત્રણ વર્ષ દરમિયાન ગુજરાત બહાર રહીને પક્ષ માટે કરેલી સરાહનીય કામગીરીને પરિણામે તેમને રાજ્યસભામાં લઈ જવા કોંગ્રેસનું મોવડી મંડળ ઉત્સુક હતું. આ સંજોગોમાં મોવડી મંડળની પહેલી પસંદગી શક્તિસિંહ ગોહિલ જ હતા. જો કે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલાઓને તોડવાની વાત સામે આવતા બંનેને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

ગુજરાતમાં છાત્રો માટે આવી સૌથી મોટી ખુશખબર, રૂપાણી સરકારે આ ફી 50 ટકા ઘટાડી દીધી

Ankita Trada

YouTubeએ ચીનની વિરુદ્ધમાં કરાયેલાં કમેન્ટ્સને હટાવ્યા, ‘error’નું નામ આપીને હાથ ખંખેર્યા

Mansi Patel

દેશમાં લોકડાઉનનો ચોથો તબક્કો : મોદી સરકારની છૂટછાટમાં કોરાનાના કેસો અને મોતના આંકથી ફાટી પડશે

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!